Gujarat News: વિધાનસભામાં 2023-24ના વર્ષનો કેગનો અહેવાલ રજૂ કરાયો, જાણો શું છે ખાસ

Sep 10, 2025 - 20:30
Gujarat News: વિધાનસભામાં 2023-24ના વર્ષનો કેગનો અહેવાલ રજૂ કરાયો, જાણો શું છે ખાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે છેલ્લા દિવસે ગૃહમાં 2023-24ના વર્ષનો કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યની નાણાકીય સ્થિતિનો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2023-24માં રાજકોષીય ખાદ્ય 23493 કરોડ રૂપિયા હોવાનો રીપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત કેગ દ્વારા આવક અને ખર્ચમાં વિસંગતતા પર કેગ દ્વારા ટીપ્પ્ણી કરવામાં આવી છે.આ રીપોર્ટમાં રાજ્યની આવક, બિન કર આવક અને કરવેરાની આવકમાં વિસંગતતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. રાજ્યના હિસ્સાની તબદીલી તથા ખર્ચમાં પણ વિસંગતતા હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં 2019-20માં મહેસુલી પુરાંત 1945 કરોડ હતી જે 2023-24માં 33477 કરોડ થઈ હતી. આવક અને ખર્ચનો તફાવત મહેસુલી પુરાંતમાં પરિણમ્યો છે.

વર્ષ 2023-24માં 27176 કરોડ રૂપિયા વ્યાજની ચૂકવણી કરવામાં આવી

વર્ષ 2023-24માં વેતન અને પેન્શન માટે 96582 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.નોડલ એજન્સીમાં 7743 કરોડ રૂપિયા વણવપરાયેલા પડ્યા છે. બીજી બાજુ કેન્દ્રની રકમ પર રાજ્ય સરકાર પ્રમાણપત્ર જાહેર કરી શકી નથી. કેગના રીપોર્ટમાં 24 વિભાગોને અપાયેલા નાણાં પર ટીપ્પણી કરવામાં આવી છે. કેગના અહેવાલ પ્રમાણે રાજ્યમાં વણવપરાયેલી રકમને આવક તરીકે દર્શાવવામાં આવી છે. ખર્ચમાં ઘટાડાને બદલે અયોગ્ય રીતે હિસાબમાં દર્શાવાયા છે. વર્ષ 2023-24માં મૂડીની આવકમાં 10819 કરોડનો ઘટાડો થયો છે. જ્યારે વર્ષ 2023-24માં 27176 કરોડ રૂપિયા વ્યાજની ચૂકવણી કરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0