Gujarat News: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી..! આ 5 જિલ્લામાં વાહન ચાલકો બેફામ

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધીભુજ માધાપર હાઇવે નજીક દંપતિને નડ્યો અકસ્માતકારચાલક બાળકને અડફેટે લેતો મોત નીપજ્યુંરાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ, મોરબી, સુરત, રાજકોટ, કચ્છ-ભૂજ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં અકસમાતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હાઇવે અકસ્માતને લઇ તંત્ર દ્વારા જાગૃત કરવા છતા અમુક વાહન ચાલકો બેફામ વાહનો ચલાવીને લોકોના જીવ છીનવી રહ્યા છે. સુરતના કામરેજમાં હિટ એન્ડ રનમાં 2 યુવકના મોત સુરતના કામરેજમાં હિટ એન્ડ રનમાં 2 યુવકના મોત થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કામરેજના વલથાન ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. અકસ્માતમાં અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્રણ પૈકી 2ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો છે. મૃતક બન્ને યુવકોના નામ હિતેશ ઇટાલિયા અને દર્શિલ સતાસીયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભુજ માધાપર હાઇવે નજીક દંપતિને નડ્યો અકસ્માતભુજ માધાપર હાઇવે નજીક નળવાળા સર્કલ પાસે ટ્રેલરે બાઇક ચાલકને અડફેટે લેતા દંપતિનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીમાં કારચાલક બાળકને અડફેટે લેતો મોત નીપજ્યુંમોરબીમાં કારચાલકની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. કારચાલક બાળકને અડફેટે લેતો બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતનો વીડિયો રવાપરની લોટસ રેસિડેન્સીનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ફિલ્મી ઢબે કાર ચાલકનો હુમલોમોરબીના રેલવે સ્ટેશન રોડ પર ફિલ્મી ઢબે એક કારે બીજી કારને ટક્કર મારીને હુમલો કર્યાની ઘટના બની છે. સમગ્ર ઘટનામાં 4 શખ્સો દ્વારા બેફામ કાર ચલાવીને હુમલો કર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. કાર ચાલક દ્વારા હુમલામાં 2 યુવકો ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળી રહ્યું છે કે, બેફામ ચલાવી રહેલો કાર ચાલક જૂની અદાવતને લઇને હુમલો થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ધ્રાંગધ્રા પાસે હાઈવે પર વસાડવા ચોકડી પાસે અકસ્માત ધ્રાંગધ્રા પાસે હાઈવે પર વસાડવા ચોકડી પાસે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટનામાં તુલસીભાઈ વાઘેલા, ઉમર વર્ષ 50નું મોત નિપજ્યું હતું. ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા પ્રથમ ધાંગધ્રા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. ગોંડલના કમઢિયા ગામ નજીક જોરદાર અકસ્માતરાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાનાં કમઢીયા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં બે મિત્રોના મોત થયા છે. કમઢિયા ગામ નજીક મામદેવનાં મંદિર પાસે બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં જેતપુરનાં નવાગઢ તથા સરધારપુરનાં બે મિત્રોનાં ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. બનાવ બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા બન્નેનાં મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બન્ને મિત્રોના ઘટના સ્થળે મોત નીપજતા પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો છે. નવાગઢ ગામથી બન્ને મિત્રો કમઢીયા ખાતે મામાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા તે સમયે અકસ્માતની ઘટના બની હતી. બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને મિત્રોને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક ગોંડલની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. મૃતક હિતેશભાઈ હરિભાઈ મકવાણા તેમજ પ્રકાશભાઈ ભોવાનભાઈ મેણીયા યુવાનોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના અંગે સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી. ટ્રક બ્રીજ નીચે પલટી મારતા જોરદાર અકસ્માતરાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં એક ટ્રકનો જોરદાર અકસ્માત થયો છે. ભાવનગરના તળાજા તાલુકાના શેત્રુંજી પુલ પાસે આવેલ બ્રિજ નીચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે. ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા માલ ભરેલ ટ્રક ફાતિમાના પાટીયા પાસે આવેલ બ્રિજ નીચે પલટી મારી ગયો હતો. અકસ્માત એટલો ભંયકર હતો કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ચુક્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરનું દબાઈ જવાથી મોત થયું છે. અકસ્માત વહેલી સવારે થયો છે. ટોરસ ટ્રકનો ડ્રાઇવર કોણ છે ક્યાં રહે છે તે અંગે તળાજા પોલીસ તપાસ હાથ ધરી છે.  

Gujarat News: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી..! આ 5 જિલ્લામાં વાહન ચાલકો બેફામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી
  • ભુજ માધાપર હાઇવે નજીક દંપતિને નડ્યો અકસ્માત
  • કારચાલક બાળકને અડફેટે લેતો મોત નીપજ્યું

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ, મોરબી, સુરત, રાજકોટ, કચ્છ-ભૂજ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં અકસમાતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હાઇવે અકસ્માતને લઇ તંત્ર દ્વારા જાગૃત કરવા છતા અમુક વાહન ચાલકો બેફામ વાહનો ચલાવીને લોકોના જીવ છીનવી રહ્યા છે. 

સુરતના કામરેજમાં હિટ એન્ડ રનમાં 2 યુવકના મોત

સુરતના કામરેજમાં હિટ એન્ડ રનમાં 2 યુવકના મોત થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કામરેજના વલથાન ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. અકસ્માતમાં અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્રણ પૈકી 2ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો છે. મૃતક બન્ને યુવકોના નામ હિતેશ ઇટાલિયા અને દર્શિલ સતાસીયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ભુજ માધાપર હાઇવે નજીક દંપતિને નડ્યો અકસ્માત

ભુજ માધાપર હાઇવે નજીક નળવાળા સર્કલ પાસે ટ્રેલરે બાઇક ચાલકને અડફેટે લેતા દંપતિનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીમાં કારચાલક બાળકને અડફેટે લેતો મોત નીપજ્યું

મોરબીમાં કારચાલકની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. કારચાલક બાળકને અડફેટે લેતો બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતનો વીડિયો રવાપરની લોટસ રેસિડેન્સીનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ફિલ્મી ઢબે કાર ચાલકનો હુમલો

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ફિલ્મી ઢબે એક કારે બીજી કારને ટક્કર મારીને હુમલો કર્યાની ઘટના બની છે. સમગ્ર ઘટનામાં 4 શખ્સો દ્વારા બેફામ કાર ચલાવીને હુમલો કર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. કાર ચાલક દ્વારા હુમલામાં 2 યુવકો ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળી રહ્યું છે કે, બેફામ ચલાવી રહેલો કાર ચાલક જૂની અદાવતને લઇને હુમલો થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. 

ધ્રાંગધ્રા પાસે હાઈવે પર વસાડવા ચોકડી પાસે અકસ્માત

ધ્રાંગધ્રા પાસે હાઈવે પર વસાડવા ચોકડી પાસે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટનામાં તુલસીભાઈ વાઘેલા, ઉમર વર્ષ 50નું મોત નિપજ્યું હતું. ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા પ્રથમ ધાંગધ્રા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.

ગોંડલના કમઢિયા ગામ નજીક જોરદાર અકસ્માત

રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાનાં કમઢીયા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં બે મિત્રોના મોત થયા છે. કમઢિયા ગામ નજીક મામદેવનાં મંદિર પાસે બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં જેતપુરનાં નવાગઢ તથા સરધારપુરનાં બે મિત્રોનાં ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. બનાવ બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા બન્નેનાં મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બન્ને મિત્રોના ઘટના સ્થળે મોત નીપજતા પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો છે. નવાગઢ ગામથી બન્ને મિત્રો કમઢીયા ખાતે મામાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા તે સમયે અકસ્માતની ઘટના બની હતી.

બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને મિત્રોને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક ગોંડલની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. મૃતક હિતેશભાઈ હરિભાઈ મકવાણા તેમજ પ્રકાશભાઈ ભોવાનભાઈ મેણીયા યુવાનોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના અંગે સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.

ટ્રક બ્રીજ નીચે પલટી મારતા જોરદાર અકસ્માત

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં એક ટ્રકનો જોરદાર અકસ્માત થયો છે. ભાવનગરના તળાજા તાલુકાના શેત્રુંજી પુલ પાસે આવેલ બ્રિજ નીચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે.

ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા માલ ભરેલ ટ્રક ફાતિમાના પાટીયા પાસે આવેલ બ્રિજ નીચે પલટી મારી ગયો હતો. અકસ્માત એટલો ભંયકર હતો કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ચુક્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરનું દબાઈ જવાથી મોત થયું છે. અકસ્માત વહેલી સવારે થયો છે. ટોરસ ટ્રકનો ડ્રાઇવર કોણ છે ક્યાં રહે છે તે અંગે તળાજા પોલીસ તપાસ હાથ ધરી છે.