Gujarat News: રાજ્ય સરકારે તમાકુ અને ગુટખાના વેચાણ કે સંગ્રહ પર વધુ એક વર્ષનો પ્રતિબંધ ફરમાવ્યો

Sep 11, 2025 - 19:00
Gujarat News: રાજ્ય સરકારે તમાકુ અને ગુટખાના વેચાણ કે સંગ્રહ પર વધુ એક વર્ષનો પ્રતિબંધ ફરમાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા તેના રેગ્યુલેશન 2011 હેઠળ તા.06 સપ્ટેમ્બર 2025ના જાહેરનામાંથી તા.13 સપ્ટેમ્બર 2025થી વધુ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.એમ કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ગુટકા પર કાયદા અન્વયે પ્રતિબંધ મુકવામાં આવ્યો

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, કોઈ પણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવુ એ પ્રતિબંધિત છે. આમ ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ હાનિ પહોચે છે. જેથી વર્તમાન તેમજ ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને નુકસાનકારક ગુટકા પર કાયદા અન્વયે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ પ્રતિબંધ મૂકતું નોટીફિકેશન કમિશનર ઓફ ફુડ સેફ્ટી,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર દ્વારા તા.06 સપ્ટેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવ્યું છે.રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટકા કે પાન મસાલા અથવા જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેનાં વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા માલુમ પડશે તો ઉક્ત કાયદા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0