Gujarat News: રાજ્ય સરકાર વર્ગ-4ના કર્મચારીઓને 7000 રૂપિયાની મર્યાદામાં દિવાળી બોનસ આપશે

Oct 6, 2025 - 17:30
Gujarat News: રાજ્ય સરકાર વર્ગ-4ના કર્મચારીઓને 7000 રૂપિયાની મર્યાદામાં દિવાળી બોનસ આપશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કેન્દ્રના ધોરણે ભથ્થુ વધારવા માગ કરી હતી. હવે રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે.

વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીનું બોનસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7 હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયને કારણે સરકારના વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.

7000ની મર્યાદામાં મળશે દિવાળી બોનસ

રૂા.7000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 16921 કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષના, દંડકના, નાયબ દંડક અને ઉપદંડક તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0