Gujarat News: ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સરકાર સામે બાંયો ચઢાવી, જાણો મુખ્યમંત્રીને લખેલા પત્રમાં શું કહ્યું?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ફરીવાર મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યાં છે. પ્રાથમિક સુવિધાઓને લઈને તેમણે ચિંતા અને આક્રોશ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં વિરમગામમાં ઉભરાતી ગટરો અને ગંદા પાણીની સમસ્યા હલ નહીં થાય તો ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
હાર્દિક પટેલે હવે સરકાર સામે બાંયો ચઢાવી
પાટીદાર આંદોલનથી જાણિતા બનેલા હાર્દિક પટેલે હવે સરકાર સામે બાંયો ચઢાવી છે. વિરમગામથી ભાજપથી ટીકિટ પર ચૂંટણી લડનારા હાર્દિક પટેલે સરકાર સામે બાંયો ચઢાવી છે. સરકારની યોજનાઓ અને વિકાસની વાતો કરતા આ ધારાસભ્યએ પોતાના મત વિસ્તારની સમસ્યાઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે. વિરમગામ શહેરમાં ઉભરાતી ગટરો અને ગંદકીના સામ્રાજ્યથી ત્રસ્ત લોકોની વેદનાને વાચા આપવા માટે હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે, પ્રજાના આશીર્વાદથી ગુજરાતમાં સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિરમગામ વિધાનસભાના લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે.આપના નેતૃત્વમાં મારી વિરમગામ વિધાનસભામાં હજારો કરોડના કામો મંજુર થયા છે અને લગભગ કામો પ્રગતિ હેઠળ છે.વિરમગામ શહેરમાં પણ બગીચા, ખેરી, ટાવર, તળાવનું બ્યુટીફીકેશન સહીત અનેક વિકાસના કામોની શહેરના લોકોને ભેટ મળી છે.પરંતુ વિરમગામ શહેરના લોકોની મારી પાસે એક અપેક્ષા હતી કે શહેરના ગટરના પાણી ઉભરાવવાની જે સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ આવે પરંતુ કોઈક કારણસર આ નિરાકરણ નથી આવી રહ્યું.
ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી
વિરમગામ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉભરાતી ગટરના કારણે ઐતિહાસિક શહેર શરમ અનુભવી રહ્યું છે. વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી, પીવાના પાણી સાથે ગંદુ પાણી મિકસ થવું અને સ્વચ્છતા બાબતે લોકોની ખુબ ફરિયાદો છે.વિરમગામ શહેરના લોકો સાથે મારે આ ભાબતે મજબૂતાઈથી ઉભું રહેવું પડશે.લોકોને મારી પાસે આ ભાબને ખુબ અપેક્ષા છે.હું માનું છું કે વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીઓનો અભાવ છે પરંતુ પ્રજાની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નગરપાલિકાએ કરવું જોઈએ એ નથી થઈ રહ્યું.જે વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું છે ત્યાં વિકાસના કામ પણ મંજુર થઈ ગયા છે, ટેન્ડર પણ સુપાઈ ગયું છે. છતાંય કોન્ટ્રક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યું.જેથી મારે લોકોની સાથે ઉભા રહેવું પડશે અને જરૂર પડશે તો ઉપવાસ આંદોલનમાં પણ જોડાવું પડશે.
What's Your Reaction?






