Gujarat News: દિવાળીના તહેવારમાં 75 લાખ રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજનું વિના મૂલ્યે વિતરણ કરાયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
“રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા”-N.F.S.A. હેઠળ સમાવિષ્ટ રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો દિવાળીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ૩.૨૬ કરોડ સભ્યોને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ઘઉં, ચોખા, શ્રી અન્ન એટલે કે બાજરી અને જુવારનું રાજ્યભરની ૧૭ હજારથી વધુ વાજબી ભાવની દુકાનોથી વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
અંત્યોદય અન્ન યોજના હેઠળ અનાજનું વિતરણ
મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે,રાજ્યના “અંત્યોદય અન્ન યોજના”ના કુટુંબોને પ્રતિ કાર્ડ કુલ ૩૫ કિલો અનાજ તેમજ “અગ્રતા ધરાવતા કુટુંબો” ને વ્યક્તિદીઠ ૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ ૧ કિલો રૂ.૩૦/- પ્રતિ કિલોના રાહતદરે તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિલો રૂ.૫૦/- પ્રતિ કિલોના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ અનાજ અપાશે
આ ઉપરાંત રાજ્ય સરકારની યોજના હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડદીઠ ૧ કિલો રૂ.૧/- પ્રતિ કિલોના રાહતદરે વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને દિવાળીના તહેવાર નિમિત્તે N.F.S.A.-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ (સીંગતેલ) બજાર ભાવથી ઓછી કિંમતે કાર્ડદીઠ ૧ લીટર પાઉચ રૂ.૧૦૦/- પ્રતિ લીટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની ૧ કિલો ખાંડ, એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડદીઠ ૧ કિલો રૂ.૨૨/- પ્રતિ કિલોના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ ૧ કિલો રૂ.૧૫/- પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
What's Your Reaction?






