Gujarat News: જાણો શું છે અશાંત ધારો અને કયારે તેને લાગુ કરવામાં આવે છે?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગત જુલાઈ મહિનામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર ખાતે સંકલનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ અશાંત ધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બીજી તરફ આજે ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અશાંત ધારા મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરી હતી. આજે તેમણે કહ્યું હતું કે, એ સમાજના કેટલાક પૈસાદાર લોકો દ્વારા મકાનો ખરીદવામાં આવે છે. પાલડીને જમાલપુર કે જુહાપુરા બનાવવાનો પ્લાન ચાલી રહ્યો છે. લોકોનું પણ કહેવું છે કે, સરકાર યોગ્ય નિર્ણય કરે અને અશાંતધારાનો કડક અમલ થાય. તો આવો જાણીએ શું છે આ અશાંત ધારો?
કલેક્ટરને વેચાણનો મુદ્દો યોગ્ય લાગે તો જ સોદાને મંજૂરી અપાય છે
અશાંત ધારાની વાત કરીએ તો રાજ્યમાં જે વિસ્તારમાં આ ધારો લાગુ કરાયો હોય ત્યાં કોઈપણ પ્રોપર્ટી વેચવી હોય તો કલેક્ટરની મંજૂરી લેવી પડે છે. કલેક્ટરને આ મિલકત કોને વેચાણ આપવામાં આવી રહી છે તેની પણ વિગતો આપવી પડતી હોય છે. ત્યાર બાદ કલેક્ટર ખરીદદાર અને વેચાણદારને સાથે રાખીને સુનાવણી કરે છે. જો આ સુનાવણી દરમિયાન કલેક્ટરને વેચાણનો મુદ્દો યોગ્ય લાગે તો જ સોદાને મંજૂરી અપાય છે.
આ કિસ્સામાં અશાંત ધારો લાગુ કરાય છે
અશાંત ધારા અંતર્ગત કલેક્ટર પોતાના વિસ્તારમાં કોઈ મિલકત અંગે શંકા જણાય તો સુઓ મોટો ફરિયાદ દાખલ કરી પોતાની રીતે આગવી તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને તેની મિલકત પરત અપાવી શકે છે. રાજયમાં કોમી રમખાણો બાદ પ્રોપર્ટીના ખરીદ વેચાણની ફરિયાદો વધી હતી. જેથી અશાંત ધારો લગાવવાની ફરજ પડી હતી. અશાંત ધારો એવા વિસ્તારમાં અમલી બને છે જ્યાં સતત બે કોમ વચ્ચે તણાવ સર્જાતો હોય અથવા તો બે કોમ વચ્ચે વર્ચસ્વ માટે પ્રોપર્ટીની ખરીદી માટે કોઈ એક કોમ પર દબાણ ઉભુ કરાતુ હોય. તેવા કિસ્સામાં અશાંત ધારો લાગુ પાડવામાં આવે છે.
What's Your Reaction?






