Gujarat News: અસારવા ઉદયપુર ટ્રેનમાંથી પોલીસને 25 લાખ રૂપિયા રોકડા મળ્યા, 500ના દરની નોટોના પાંચ બંડલ હાથ લાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં રેલવેમાંથી લાખો રૂપિયા મળવાનો મામલો સામે આવ્યો છે. 500 રૂપિયાની ચલણી નોટોના બિનવારસી પાંચ બંડલ મળી આવ્યા છે. તમામ બંડલો પર યુનિયન બેંક જયપુરનો માર્કો હોવાનું જાણવા મળ્યું છે. જનરલ ચેકિંગ દરમિયાન એક બિનવારસી થેલો મળ્યો હતો. આ થેલા અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.
તમામ બંડલો પર યુનિયન બેંક જયપુરનો માર્કો લગાવેલો છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અસારવા ઉદયપુર ટ્રેનમાં જનરલ ચેકિંગ દરમિયાન રેલવે પોલીસને 500 રૂપિયાની ચલણી નોટોના પાંચ બંડલ મળ્યા હતાં. આ બંડલમાં કૂલ 25 લાખ રૂપિયા હોવાનુ સામે આવ્યું છે. આ તમામ બંડલો પર યુનિયન બેંક જયપુરનો માર્કો લગાવેલો છે. રેલવે પોલીસને જનરલ ચેકિંગ દરમિયાન એક બિનવારસી થેલો પણ મળ્યો હતો. આ થેલા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા રેલવે પોલીસે પ્રામાણિકતાનો વધુ એક દાખલો બેસાડ્યો
સાબરકાંઠા રેલવે પોલીસે પ્રામાણિકતાનો વધુ એક દાખલો બેસાડ્યો છે. રેલવેમાં મુસાફરી દરમિયાન લોકો પોતાનો કિમતી સામાન ભુલી જાય છે. આ સામાન રેલવે દ્વારા તેમને પરત આપવામાં આવે છે. ત્યારે અસારવા ઉદયપુર ટ્રેનમાંથી મળેલી 500 રૂપિયાની ચલણી નોટોના બંડલ તેના માલિકને પરત આપવા માટે હિંમતનગર સહિત અમદાવાદ ડિવિઝનને પણ જાણ કરી છે.
What's Your Reaction?






