Gujarat News: IT ઔદ્યોગિક એકમોને અત્યાર સુધીમાં કુલ 200 કરોડથી વધુ રકમની સહાય

Mar 3, 2026 - 16:30
Gujarat News: IT ઔદ્યોગિક એકમોને અત્યાર સુધીમાં કુલ 200 કરોડથી વધુ રકમની સહાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજના ડિજિટલ યુગમાં વિજ્ઞાન આધારિત વિચારસરણી, નવીનતા અને ટેક્નોલોજી સંચાલિત શાસન પ્રગતિના મુખ્ય સ્તંભ બન્યા છે. વડાપ્રધાન મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝનને સાકાર કરવા ગુજરાત આજે ડિજિટલ ઇકોસિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે આગવું સ્થાન મેળવવા માટે આગળ વધી રહ્યું છે. સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી IT/ITeS નીતિ ૨૦૧૬-૨૧ તથા ૨૦૨૨-૨૭ રાજ્યને વિશ્વસ્તરીય આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા અને ઉભરતી ટેક્નોલોજીનું અગ્રણી હબ બનાવવા માટેનું દ્રઢ પગલું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ રૂ. ૨૦૦ કરોડથી વધુ રકમની સહાય આઇ.ટી ઔદ્યોગિક એકમોને ચૂકવવામાં આવી છે.

ડેટા સેન્ટર અને સ્ટાર્ટઅપ માટેની વિશેષ જોગવાઈ

ડીપ ટેક, એઆઈ, ડેટા સેન્ટર અને સ્ટાર્ટઅપ માટેની વિશેષ જોગવાઈઓ સાથે આ નીતિ રાજ્યને ભવિષ્યની ટેક્નોલોજી માટે વૈશ્વિક ગંતવ્ય બનાવવાની દિશામાં આગળ ધપાવે છે. વર્ષ ૨૦૨૫માં જાહેર થયેલી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ પોલિસી દ્વારા વૈશ્વિક કંપનીઓના ઉચ્ચ મૂલ્યવાળા GCCને આકર્ષવા માટે અનુકૂળ ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મજબૂત પાયામાં Gujarat Fiber Grid Network Limited મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. SPV મોડલ હેઠળ રાજ્યએ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત ગ્રામપંચાયતો બાબતે ૧૦૦ ટકા કનેક્ટિવિટી અને નેટવર્ક અપટાઇમ બાબતે ૯૫ ટકા સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

નાગરિકોને ડિજિટલ સેવાઓ સાથે સીધી રીતે જોડે છે

ભારતનેટ ફેઝ-૨ અંતર્ગત ૧૦૦ Mbps ઝડપ સાથે ડિજિટલ સેવા સેતુ અંતર્ગત ૩૨૧ જેટલી ડિજિટલ સેવાઓ ગામડાઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે, જેના લાભ થકી અંદાજે ૯ હજાર જેટલી પ્રાથમિક શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પોલીસ મથકો ડિજિટલ રીતે સક્ષમ બન્યા છે. ગ્રામીણ સ્તરે ઈન્ટરનેટ સુલભ બનાવવા માટે Gujarat Internet Service Provider Limited દ્વારા "ગ્રામ્ય વાઇફાઇ પ્રોજેક્ટ" અમલમાં મૂકવામાં આવ્યો છે. ભારતનેટ ફેઝ-૨ હેઠળનાં ૨૨ જિલ્લાઓના ૭૬૮૫થી વધુ ગ્રામ પંચાયત કચેરીઓમાં વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ગામડાનાં નાગરિકો દરરોજ ૬૦ મિનિટ નિ:શુલ્ક ઈન્ટરનેટની સુવિધાનો લાભ લઇ રહ્યા છે. આ પહેલ ગ્રામીણ નાગરિકોને ડિજિટલ સેવાઓ સાથે સીધી રીતે જોડે છે.

ભૂકંપની માહિતી મિનિટોમાં પ્રાપ્ત થવા લાગી

વધુમાં, દેશની પ્રથમ ભૂકંપ સંશોધન અને સલામતી ક્ષેત્રે Institute of Seismological Research ગાંધીનગર ખાતે અગ્રણી સંસ્થા તરીકે કાર્યરત છે. ISR ખાતે તાજેતરમાં ભૂકંપ સામે અર્લી વોર્નિંગ અને સંશોધન માટે ‘એડવાન્સિસ ઇન અર્થક્વેક સાયન્સ – ૨૦૨૬’ વિષય પર વૈશ્વિક પરિષદ યોજાઇ હતી. ગુજરાત રાજ્ય સિસ્મિક નેટવર્કની સ્થાપના અંતર્ગત વર્ષ ૨૦૦૧માં રાજ્યમાં એક ઓનલાઇન સિસ્મિક સ્ટેશન કાર્યરત હતું. હાલમાં કુલ ૧૧૦ સિસ્મિક નેટવર્ક સ્ટેશનોની સ્થાપનાથી ભૂકંપની માહિતી મિનિટોમાં પ્રાપ્ત થવા લાગી છે. ISR થકી વૈજ્ઞાનિક સંશોધન દ્વારા લોથલ સંસ્કૃતિ અંગેના સંશોધનથી સમુદ્રસ્તર પરિવર્તનના ઐતિહાસિક પ્રભાવ અંગે મહત્વપૂર્ન તારણો પ્રાપ્ત થયા છે. 


Gondal: નામચીન બ્રાન્ડના ડુપ્લીકેટ ગુટખા-બીડી વેચતું રેકેટ પકડાયું, ગોડાઉનમાંથી લાખોનો નકલી જથ્થો ઝડપાયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0