Gujarat News: કૌશિક વેકરિયા અને રમણ સોલંકી મંત્રી બનતાં ઉપદંડકની જગ્યા પર સૌરાષ્ટ્ર અને મધ્યઝોન માંથી જવાબદારી સોંપાઇ શકે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તાજેતરમાં નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી છે. નવા મંત્રીઓએ શપથગ્રહણ કરીને ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે વિધાનસભામાં હવે બે ઉપદંડકની નિમણૂક કરવામાં આવશે. વર્તમાન બે ઉપદંડક મંત્રી બનતા જ જગ્યા ખાલી પડી છે. ત્યારે હવે આગામી સમયમાં બે નવા ઉપદંડકની નિમણૂક કરવામાં આવશે.
વિધાનસભામાં થશે બે ઉપ દંડકની નિમણૂક
ગુજરાત વિધાનસભામાં ભાજપના કૌશિક વેકરિયા અને રમણ સોલંકી ઉપદંડક હતાં. આ બંને ધારાસભ્યોને રાજ્ય સરકારના નવા મંત્રી મંડળમાં સ્થાન મળતાં તેમની જગ્યા ખાલી પડી છે. હવે વિધાનસભામાં ખાલી પડેલી ઉપદંડકની જગ્યા ભરવામાં આવશે. બંને જગ્યાઓ પણ નવા ઉપદંડકની નિમણૂક કરવામાં આવશે. શાસક પક્ષ બાદ વધુ બે ઉપદંડકની નિમણૂક કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાંથી જવાબદારી સોંપાઇ શકે
રાજ્ય સરકારના મંત્રી મંડળમાં નવા મંત્રીઓમાં તમામ ઝોનમાથી તક આપવામાં આવી છે. ત્યારે બે નવા ઉપદંડક માટે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાંથી કોઈ બે ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી શકે છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને રમણ સોલંકી હવે મંત્રી બનતા નવા ધારાસભ્યોને ઉપદંડક તરીકે તક મળી શકે છે.
What's Your Reaction?






