Gujarat Monsoon: અંબાલાલ પટેલની આગાહી, 24 કલાકમાં રાજ્યમાં સક્રિય થશે ચોમાસુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ચોમાસાને લઇ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેઓએ જણાવ્યુ છે કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસુ સક્રિય થશે. અને સ્થાનિકોને ગરમીથી રાહત મળશે. 13 જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થવાનો છે. વરસાદી આગાહી બાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. ધીરે ધીરે ચોમાસુ અન્ય ભાગમાં આગળ વધશે. અંબાલાલ પટેલની આગાહી બાદ ખેડૂતો ખેતી પાક માટે ઉત્સાહી છે.
મેઘરાજાની સવારી થશે શરુ
રાજયમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવે તેમને જલદી જ ઠંડકનો અહેસાસ થશે. આગામી 24 કલાકમાં વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરશે. અને ખેડૂતો નવા પાક માટે વાવેતર પણ શરુ કરી શકશે. અંબાલાલ પટેલે 13 જૂનથી રાજ્યમાં વરસાદ શરુ થવાની આગાહી વ્યક્ત કરી છે. તેઓએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ માટે શક્યતા દર્શાવી છે. દક્ષિણ ગુજરાત ચોમાસામાં સોળે કલાએ ખીલી ઉઠી છે. અને પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે.
સક્રિય થશે ચોમાસુ
રાજ્યમાં 14 અને 15 જૂને હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડશે. 18 થી 24 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તો આ તરફ, પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં પણ મૂશળધાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કારણે તેઓ પાકની વાવણી કરતા હોય છે. તો આ બીજી તરફ માછીમારોમાં નારાજગી જોવા મળે છે. કારણ કે તેઓને દરિયો ખેડવા માટે ના પાડવામાં આવે છે.
What's Your Reaction?






