Gujarat Local Body Election Results 2026: ગુજરાતમાં ભાજપની 'વોટ સુનામી': મનપામાં રેકોર્ડબ્રેક 59% વોટશેર, જાણો કોંગ્રેસ-AAP ક્યાં ફેંકાયા?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ માત્ર બેઠકો જ નથી જીતી, પરંતુ મતોના મામલે પણ વિરોધ પક્ષોને જોજનો દૂર ધકેલી દીધા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ, ભાજપ સૌથી વધુ મત મેળવનાર પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના વોટશેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
મહાનગરપાલિકામાં ભાજપનો એકચક્રી દબદબો
રાજ્યની મહાનગરપાલિકાઓમાં ભાજપે અત્યાર સુધીનો સૌથી મજબૂત 59.36% વોટશેર હાંસલ કર્યો છે. જેની સામે કોંગ્રેસ માત્ર 26.46% અને આમ આદમી પાર્ટી 10.27% મતો મેળવી શકી છે. શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ વધુ મજબૂત બની હોવાનું આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે.
નગરપાલિકા અને પંચાયતોમાં સ્થિતિ
નગરપાલિકાઓમાં પણ ભાજપે 52.51% વોટશેર સાથે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, જ્યાં કોંગ્રેસ 30.68% પર અટકી ગઈ છે. ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો, જિલ્લા પંચાયતોમાં ભાજપને 52.23% અને તાલુકા પંચાયતોમાં 51.00% મતો મળ્યા છે. ખાસ વાત એ છે કે તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો વોટશેર 12.67% રહ્યો છે, જે દર્શાવે છે કે નાના કેન્દ્રો પર ત્રીજા પક્ષે કોંગ્રેસના મતોમાં ગાબડું પાડ્યું છે. આખું ગુજરાત 'કેસરીયા' રંગમાં રંગાયું
અપક્ષોનો દેખાવ નગરપાલિકાઓમાં 9.33% મતો સાથે નોંધપાત્ર રહ્યો છે, પરંતુ એકંદરે આખું ગુજરાત 'કેસરીયા' રંગમાં રંગાયું હોય તેવું વોટશેરના ગણિત પરથી સાબિત થાય છે.
આ પણ વાંચો--- Gujarat Local Body Election Results 2026: ગુજરાતમાં છવાયો કેસરીયો, જાણો કાર્યકર્તાઓ સાથેની એ કઈ સીક્રેટ મંત્રણા હતી જેણે વોટિંગ પેટર્ન જ બદલી નાખી?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

