Gujarat local body election result 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય, PM મોદીએ પાઠવી શુભેચ્છા!

Apr 28, 2026 - 19:30
Gujarat local body election result 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય, PM મોદીએ પાઠવી શુભેચ્છા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મેળવેલા ઐતિહાસિક વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધાવ્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાત અને ભાજપ વચ્ચેનો અતૂટ સંબંધ હવે પહેલા કરતા પણ વધુ મજબૂત અને ગાઢ બન્યો છે.

સુશાસન અને વિકાસની રાજનીતિનો વિજય: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં સંદેશ પાઠવી ભાજપના કાર્યકરો અને જનતાને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, જનાદેશનો આભાર: મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપને મળેલ પ્રચંડ જનસમર્થન બદલ હું જનતાનો ઋણી છું.

વિકાસ પર મહોર

વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ઉત્તમ કામો અને સુશાસનને કારણે જનતાએ ફરી એકવાર વિકાસની રાજનીતિને મત આપ્યો છે.

કાર્યકરોની મહેનત ફળી

આ સાથે વડાપ્રધાન મોદીએ કાર્યકરોને જીતનો શ્રેય આપતા જણાવ્યું હતું કે, ભાજપના પાયાના કાર્યકરો જે સતત જનતાની વચ્ચે રહીને સેવા કરે છે, તેમના પરિશ્રમને કારણે જ ભાજપ લોકોની પ્રથમ પસંદ બની છે.

"ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું"


PM મોદીએ ગુજરાતની જનતાને ખાતરી આપતા જણાવ્યું હતું કે, ભાજપની ટીમ આવનારા સમયમાં વધુ મહેનત કરશે અને ગુજરાતને પ્રગતિના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.


આ પણ વાંચો - Gujarat local body election result 2026: ભાજપની ઉજવણીના વિવિધ રંગ, જુઓ Photos


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0