Gujarat local body election result 2026: રાજ્યમાં આદર્શ આચારસંહિતા પૂર્ણ, માત્ર 3 બેઠકો પર અમલ ચાલુ રહેશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવેલી આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) આજથી સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. આ અંગે રાજ્ય ચૂંટણી આયોગે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે.
ક્યાં આચારસંહિતા યથાવત રહેશે?
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાંથી નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે, પરંતુ ટેકનિકલ કારણોસર અથવા બાકી રહેલી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને માત્ર 3 બેઠકો પર આચારસંહિતાનો અમલ યથાવત રહેશે. જેમાં ચિતરીયા (જિલ્લો સાબરકાંઠા), અસ્તાન (જિલ્લો સુરત) અને દહેગામ (જિલ્લો ગાંધીનગર)નો સમાવેશ થાય છે
વહીવટી નિર્ણયોને હવે ગતિ મળશે
આ ત્રણ વિસ્તારો સિવાયના તમામ જિલ્લા અને તાલુકાઓમાં સરકારી કામકાજ અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ હવે સામાન્ય રીતે શરૂ થઈ શકશે. આ નિર્ણયથી અટકેલા વિકાસ કાર્યો અને વહીવટી નિર્ણયોને હવે ગતિ મળશે.
આ પણ વાંચો - Gujarat local body election result 2026: ભાજપની ઉજવણીના વિવિધ રંગ, જુઓ Photos
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

