Gujarat Local body election 2026: સાબલવાડ કંપામાં લોકશાહીના પર્વ વચ્ચે સન્નાટો, ગ્રામજનો પોતાની જીદ પર અડગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબલવાડ કંપા ગામેથી વિરોધની એક અત્યંત પ્રબળ તસવીર સામે આવી છે. ગામના વર્ષો જૂના વિકાસના પ્રશ્નો વણઉકેલાયેલા રહેતા ગ્રામજનોએ 'વિકાસ નહીં તો મત નહીં'ના સૂત્રને સાર્થક કરતા આજે સવારથી અત્યાર સુધી શૂન્ય ટકા મતદાન નોંધાવ્યું છે.
પુલિંગ સ્ટાફની લાંબી રાહ
સાબલવાડ કંપામાં ઉભા કરવામાં આવેલા મતદાન મથકો પર આજે વિચિત્ર સ્થિતિ જોવા મળી હતી. સવારથી જ પુલિંગ સ્ટાફ અને સુરક્ષા જવાનો તમામ તૈયારીઓ સાથે તૈયાર બેઠા છે, પરંતુ મથક પર એક પણ મતદાર ડોકાયો નથી. ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ આતુરતાથી મતદારોની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ગ્રામજનોએ મતદાન મથક તરફ પગ પણ મૂક્યો નથી.
રાજકીય પક્ષો સામે ભારોભાર રોષ
ગ્રામજનોનો આક્રોશ મુખ્યત્વે રાજકીય પક્ષો અને નેતાઓ સામે છે. લોકોનું કહેવું છે કે ચૂંટણી સમયે અનેક વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતા જ નેતાઓ ગામના પ્રાથમિક સુવિધાઓના કામો ભૂલી જાય છે. આ ઉપેક્ષાનો જવાબ આપવા માટે જ આખા ગામે સામૂહિક રીતે મતદાનનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: Gondal: ગુંદાળા ચોકડી પાસે પીકઅપ પલટી મારતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા, બેનાં કરૂણ મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

