Gujarat Highcourtનું આકરૂં વલણ જોતા પૂર્વ કલેકટર એસ.કે.લાંગાએ જામીન અરજી ખેંચી પરત

પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાએ ગુજરાત હાઈકોર્ટમાથી કરેલી જામીન અરજી પરત ખેંચી છે.હાઈકોર્ટનું આકરૂં વલણ જોતા એસ.કે.લાંગાએ આ જામીન અરજી પરત ખેંચી હોવાની વાત સામે આવી છે.જામીન પર મુક્ત ન કરી શકાય તેવું મૌખિક અવલોકન છે અને તેના આધારે આ જામીન અરજી પરત ખેંચવામાં આવી છે.મુલાસણામાં જમીન કૌભાંડ મુદ્દે નોંધાઈ છે ફરિયાદ. જીએસટી કૌંભાંડમાં પણ ધરપકડ કરાઈ મહેશ લાંગાની જીએસટી કૌભાંડમાં ધરપડક કરવામાં આવ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની પુછપરછમાં જીએમબીની માહીતી ચોરી પ્રકરણ બહાર આવ્યુ હતું. જે મામલે ક્રાઇમ બ્રાંચે વિગતવાર અહેવાલ ગુજરાત મેરિટાઇમ બોર્ડને મોકલ્યો હતો. આ અહેવાલ મામલે ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારી એન.ડી. પરમારની આગેવાની હેઠળ આંતરીક તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ તથ્ય જણાતા જીએમબીના જનરલ મેનેજર (પ્રોજેક્ટ)એ મહેશ લાંગા અને માહિતી આપનાર અજાણ્યા કર્મચારી સામે સેક્ટર-7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરજ દરમિયાન પણ આચર્યા કૌંભાંડ તા. 1-4-2008 થી તા. 30-9-19 સુધીના સમયગાળા દરમિયાન પોતાની રાજય સેવક તરીકેની ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને વિવિઘ ગેરકાયદેસર રસ્તાઓ અપનાવીને નાણા મેળવ્યા હતા. આ નાણાનો પોતાના તથા પોતાના પુત્ર પરિક્ષિત શંકરદાન ગઢવી ના નામે સ્થાવર તેમજ જંગમમિલકતોમાં રોકાણ કરીને એકબીજાની મદદગારી કરી હોવાનુ સાબિત થયુ છે. પૂર્વ કલેકટર એસ.કે. લાંગાએ પોતાની કાયદેસરની આવક કરતા 11,64,28083ની વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. જેને લઈને એસીબી પોલીસ સ્ટેશનમાં નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અગાઉ ગાંધીનગર સેકટર-7 પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલા ગુના સબબ સાબરમતી સેન્ટ્રલજેલમાં બંધ એસ.કે.લાંગાની કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટથી એસીબીએ કસ્ટડી મેળવી છે. કોણ છે એસ.કે.લાંગા? એસ.કે.લાંગા ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે રહ્યા લાંગા 6 જિલ્લામાં RAC,DDO અને કલેકટર પદે રહ્યા છે AMCમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે લાંગાની સાથે તેમની સાથેના અધિકારી પણ વિવાદમાં રહ્યાં છે ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેમની સામે ગુનો દાખલ થયેલો છે ખાનગી વ્યક્તિને જમીનનો લાભ અપાવતા પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો

Gujarat Highcourtનું આકરૂં વલણ જોતા પૂર્વ કલેકટર એસ.કે.લાંગાએ જામીન અરજી ખેંચી પરત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાએ ગુજરાત હાઈકોર્ટમાથી કરેલી જામીન અરજી પરત ખેંચી છે.હાઈકોર્ટનું આકરૂં વલણ જોતા એસ.કે.લાંગાએ આ જામીન અરજી પરત ખેંચી હોવાની વાત સામે આવી છે.જામીન પર મુક્ત ન કરી શકાય તેવું મૌખિક અવલોકન છે અને તેના આધારે આ જામીન અરજી પરત ખેંચવામાં આવી છે.મુલાસણામાં જમીન કૌભાંડ મુદ્દે નોંધાઈ છે ફરિયાદ.

જીએસટી કૌંભાંડમાં પણ ધરપકડ કરાઈ

મહેશ લાંગાની જીએસટી કૌભાંડમાં ધરપડક કરવામાં આવ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની પુછપરછમાં જીએમબીની માહીતી ચોરી પ્રકરણ બહાર આવ્યુ હતું. જે મામલે ક્રાઇમ બ્રાંચે વિગતવાર અહેવાલ ગુજરાત મેરિટાઇમ બોર્ડને મોકલ્યો હતો. આ અહેવાલ મામલે ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારી એન.ડી. પરમારની આગેવાની હેઠળ આંતરીક તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ તથ્ય જણાતા જીએમબીના જનરલ મેનેજર (પ્રોજેક્ટ)એ મહેશ લાંગા અને માહિતી આપનાર અજાણ્યા કર્મચારી સામે સેક્ટર-7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ફરજ દરમિયાન પણ આચર્યા કૌંભાંડ

તા. 1-4-2008 થી તા. 30-9-19 સુધીના સમયગાળા દરમિયાન પોતાની રાજય સેવક તરીકેની ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને વિવિઘ ગેરકાયદેસર રસ્તાઓ અપનાવીને નાણા મેળવ્યા હતા. આ નાણાનો પોતાના તથા પોતાના પુત્ર પરિક્ષિત શંકરદાન ગઢવી ના નામે સ્થાવર તેમજ જંગમમિલકતોમાં રોકાણ કરીને એકબીજાની મદદગારી કરી હોવાનુ સાબિત થયુ છે. પૂર્વ કલેકટર એસ.કે. લાંગાએ પોતાની કાયદેસરની આવક કરતા 11,64,28083ની વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. જેને લઈને એસીબી પોલીસ સ્ટેશનમાં નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અગાઉ ગાંધીનગર સેકટર-7 પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલા ગુના સબબ સાબરમતી સેન્ટ્રલજેલમાં બંધ એસ.કે.લાંગાની કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટથી એસીબીએ કસ્ટડી મેળવી છે.

કોણ છે એસ.કે.લાંગા?

એસ.કે.લાંગા ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે રહ્યા

લાંગા 6 જિલ્લામાં RAC,DDO અને કલેકટર પદે રહ્યા છે

AMCમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે

લાંગાની સાથે તેમની સાથેના અધિકારી પણ વિવાદમાં રહ્યાં છે

ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેમની સામે ગુનો દાખલ થયેલો છે

ખાનગી વ્યક્તિને જમીનનો લાભ અપાવતા પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો