Vav: વાવમાં વટની લડાઈ! વિધાનસભાની બેઠક પર જાતિવાદનું રાજકારણ
બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જાતિવાદનું રાજકારણ જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલ આ બેઠક પર જીત મેળવવા માટે દરેક સમાજને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ ન આપતા ચૌધરી સમાજે માવજીભાઈ પટેલને ટેકો આપીને ભાજપની ઉંઘ હરામ કરી છે. તો કોંગ્રેસના ગેનીબેન પણ હવે ઠાકોર સમાજના સપોર્ટને લઈને ચિંતિત બન્યા છે અને તેમને કહેવું પડ્યું કે, ગુલાબસિંહ રાજપૂત કાયમ માટે નથી માત્ર ત્રણ વર્ષ માટે આપણે તેમને ચૂંટવાના છે. ઠાકોર સમાજનો વિશ્વાસ મેળવવા માટે કોંગ્રેસ પણ આ પ્રકારના નિવેદનો કરવા મજબૂર થયું છે. અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલનો રોડ શૉ બનાસકાંઠા જિલ્લામાં વાવના ઢીમા ધરણીધર ભગવાનના ચરણે માવજીભાઈ પટેલ પહોંચ્યા છે. ઢીમા ખાતે માવજીભાઈ પટેલએ કહ્યું કે, કોઈ નહીં બટેગા કોઈ નહીં કટેગાનું સૂત્ર આપ્યું છે. આ વિસ્તારમાં કોઈ આગેવાન ન હતા ત્યારે માવજીભાઈ હતા. આ બધા આગેવાનો તો હવે આવ્યા છે. પૂર્વ સરપંચ ઈશ્વર પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું વાવ તાલુકાના ટોભા ગામે ભાજપની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોભા ગામના પૂર્વ સરપંચ ઇશ્વર પટેલે જણાવ્યું હતું કે, 'બટેંગે તો કટેંગે' જેવું નિવેદન આપતા સરપંચે જાહેર મંચ પરથી માવજી પટેલને ઇશારો કર્યો હતો. માવજી પટેલે ભાજપ- કોંગ્રેસની ઊંઘ હરામ કરી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારે ભાજપ, કોંગ્રેસની ઉંઘ હરામ કરી દીધી છે. વાવ તાલુકાના ટોભા ગામે ભાજપની જાહેર સભા યોજાઈ હતી. ત્યારે સભામાં પૂર્વ સરપંચ ઇશ્વર પટેલે નિવેદન આપ્યું હતું કે, 'બટેંગે તો કટેંગે'. જોકે જાહેર સભામાં ચૌધરી સમાજના સરપંચે જાહેર મંચ પરથી નિવેદન આપતા માવજી પટેલને ભાગમાં પડી જવા સમાજને ઈશારો કર્યો હતો. જોકે આ મામલે પૂર્વ સરપંચ ઇશ્વર પટેલે જણાવ્યું હતું કે, માવજી પટેલ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. બીજી બાજુ વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં તમામ ચૌધરી સમાજ ભાજપને ટેકો આપ્યો છે. પરંતુ અપક્ષના ઉમેદવાર માવજી પટેલને પટેલ સમાજમાં ભાગલા કરવાનો ઇશારો કર્યો હતો. જ્યારે માવજી પટેલ સક્ષમ ઉમેદવાર હોય ભાજપ અને કોંગ્રેસને ઊંઘ હરામ કરી દીધી છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી જોકે બનાસકાંઠાના વાવ વિધાનસભા પેટા ચૂંટણીને યોજાવવાના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસ-ભાજપ અને અપક્ષ દ્વારા અનેક આક્ષેપ બાજીઓમાં પ્રચાર-પ્રસારનું જોર ચલાવી રહ્યા છે, રાજકારણ ગરમાયું છે. કેવા પ્રકારનું રાજકારણ કરીએ તો આપણી જીત થાય એવી નીતિનું વાતાવરણ ઉભુ થયું છે. કોઈ ઉમેદવાર ચૂંટણીને કમોસમી ચૂંટણી ગણી રહ્યો છે. ત્યારે કોઈ 3 વર્ષ માટેની સીટ ગણાવી રહ્યું છે, કોઈ આડકતરી રીતે સમાજને સમજાવી રહ્યું છે. 'બટેંગે તો કટેંગે' જેવું આડકતરું ભાષણ ચાલુ થયું છે. પરંતુ વાવની ચૂંટણી વટની ચૂંટણી છે. કોનો વટ ચાલશે એતો આવનારો સમય બતાવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જાતિવાદનું રાજકારણ જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલ આ બેઠક પર જીત મેળવવા માટે દરેક સમાજને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ ન આપતા ચૌધરી સમાજે માવજીભાઈ પટેલને ટેકો આપીને ભાજપની ઉંઘ હરામ કરી છે. તો કોંગ્રેસના ગેનીબેન પણ હવે ઠાકોર સમાજના સપોર્ટને લઈને ચિંતિત બન્યા છે અને તેમને કહેવું પડ્યું કે, ગુલાબસિંહ રાજપૂત કાયમ માટે નથી માત્ર ત્રણ વર્ષ માટે આપણે તેમને ચૂંટવાના છે. ઠાકોર સમાજનો વિશ્વાસ મેળવવા માટે કોંગ્રેસ પણ આ પ્રકારના નિવેદનો કરવા મજબૂર થયું છે.
અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલનો રોડ શૉ
બનાસકાંઠા જિલ્લામાં વાવના ઢીમા ધરણીધર ભગવાનના ચરણે માવજીભાઈ પટેલ પહોંચ્યા છે. ઢીમા ખાતે માવજીભાઈ પટેલએ કહ્યું કે, કોઈ નહીં બટેગા કોઈ નહીં કટેગાનું સૂત્ર આપ્યું છે. આ વિસ્તારમાં કોઈ આગેવાન ન હતા ત્યારે માવજીભાઈ હતા. આ બધા આગેવાનો તો હવે આવ્યા છે.
પૂર્વ સરપંચ ઈશ્વર પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું
વાવ તાલુકાના ટોભા ગામે ભાજપની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોભા ગામના પૂર્વ સરપંચ ઇશ્વર પટેલે જણાવ્યું હતું કે, 'બટેંગે તો કટેંગે' જેવું નિવેદન આપતા સરપંચે જાહેર મંચ પરથી માવજી પટેલને ઇશારો કર્યો હતો.
માવજી પટેલે ભાજપ- કોંગ્રેસની ઊંઘ હરામ કરી
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારે ભાજપ, કોંગ્રેસની ઉંઘ હરામ કરી દીધી છે. વાવ તાલુકાના ટોભા ગામે ભાજપની જાહેર સભા યોજાઈ હતી. ત્યારે સભામાં પૂર્વ સરપંચ ઇશ્વર પટેલે નિવેદન આપ્યું હતું કે, 'બટેંગે તો કટેંગે'. જોકે જાહેર સભામાં ચૌધરી સમાજના સરપંચે જાહેર મંચ પરથી નિવેદન આપતા માવજી પટેલને ભાગમાં પડી જવા સમાજને ઈશારો કર્યો હતો. જોકે આ મામલે પૂર્વ સરપંચ ઇશ્વર પટેલે જણાવ્યું હતું કે, માવજી પટેલ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. બીજી બાજુ વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં તમામ ચૌધરી સમાજ ભાજપને ટેકો આપ્યો છે. પરંતુ અપક્ષના ઉમેદવાર માવજી પટેલને પટેલ સમાજમાં ભાગલા કરવાનો ઇશારો કર્યો હતો. જ્યારે માવજી પટેલ સક્ષમ ઉમેદવાર હોય ભાજપ અને કોંગ્રેસને ઊંઘ હરામ કરી દીધી છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી
જોકે બનાસકાંઠાના વાવ વિધાનસભા પેટા ચૂંટણીને યોજાવવાના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસ-ભાજપ અને અપક્ષ દ્વારા અનેક આક્ષેપ બાજીઓમાં પ્રચાર-પ્રસારનું જોર ચલાવી રહ્યા છે, રાજકારણ ગરમાયું છે. કેવા પ્રકારનું રાજકારણ કરીએ તો આપણી જીત થાય એવી નીતિનું વાતાવરણ ઉભુ થયું છે. કોઈ ઉમેદવાર ચૂંટણીને કમોસમી ચૂંટણી ગણી રહ્યો છે. ત્યારે કોઈ 3 વર્ષ માટેની સીટ ગણાવી રહ્યું છે, કોઈ આડકતરી રીતે સમાજને સમજાવી રહ્યું છે. 'બટેંગે તો કટેંગે' જેવું આડકતરું ભાષણ ચાલુ થયું છે. પરંતુ વાવની ચૂંટણી વટની ચૂંટણી છે. કોનો વટ ચાલશે એતો આવનારો સમય બતાવશે.