Rajkotમાં એક શંકાની સોઈના કારણે મિત્રએ જ લીધો મિત્રનો જીવ, વાંચો સ્ટોરી

રાજકોટ શહેરમાં એક શંકાની સોઈના કારણે મિત્રના હાથે જ મિત્રની કરપીણ હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મિત્ર દ્વારા પોતાના અન્ય મિત્રોને પોતાના જ ઘરે બોલાવીને તેને પોતાના મળતીયા સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે નિલેશ વાઘેલા નામના મુખ્ય આરોપીએ કહ્યું હતું કે, મને શંકા હતી કે મારા મિત્ર કમલેશ રાઠોડ અને મારી પત્ની કવિતા વચ્ચે આડા સંબંધો છે.તેમજ મારી પત્ની પાંચ મહિનાથી ક્યાં રહેવા જતી રહી છે તે બાબતનો ખ્યાલ કમલેશ રાઠોડને હતો પરંતુ તે મને તે બાબતે કંઈ પણ જણાવી નહોતો રહ્યો. જેના કારણે ઝઘડો થતા બોલાચાલી થઈ હતી તેમજ સમગ્ર ઘટના હત્યામાં પરિણમી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની કરી ધરપકડ રાજકોટ શહેરના ચામુંડા નગરમાં રહેતા અને પ્રાઇવેટ સિક્યુરિટી તરીકે નોકરી કરનાર 27 વર્ષીય કમલેશ રાઠોડ નામના યુવાનની ચંદ્રેશ નગર વિસ્તારમાં ગુરૂવારના રોજ બપોરના 2:30 વાગ્યાના અરસામાં તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને સરાજાહેર હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મૃતક કમલેશની માતા પારુલ રાઠોડ દ્વારા રાજકોટ ખાતે જ રહેતા નિલેશ વાઘેલા અને આશિષ ઉર્ફે પુંગો ટાંક વિરુદ્ધ માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘરે બોલાવીને કરી હત્યા આરોપી નિલેશ વાઘેલાને પોતાના મિત્ર કમલેશ અને પોતાની પત્ની કવિતા વચ્ચે આડા સંબંધ હોવાની શંકાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકની માતા પારુલે જણાવ્યું છે કે, નિલેશ વાઘેલા ની પત્ની કવિતા છેલ્લા પાંચ મહિનાથી તેના પતિ તથા બાળકોને મૂકીને ઘર છોડીને જતી રહી છે. જેથી નિલેશને શંકા હતી કે, તેની પત્ની કવિતા તેમજ મારા દીકરા કમલેશ સાથે પ્રેમ સંબંધ હોવાથી તે અમારા ઘરે રહેતી હોય જે બાબતે કમલેશ અને નિલેશ વચ્ચે અવારનવાર ઝઘડા તેમજ બોલા ચાલી પણ થતી હતી. ત્યારે ગુરુવારના રોજ પણ કમલેશ રાઠોડને નિલેશ વાઘેલાએ પોતાના ઘરે બોલાવ્યો હતો.માલવિયા પોલીસે તપાસ કરી જે દરમિયાન બોલા ચાલી થતા નિલેશ વાઘેલા તેમજ આશિષ ઉર્ફે પૂંગો ટાંક બંનેએ સાથે મળીને તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.સમગ્ર મામલે દીકરાને ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો. કમલેશ થી નાનોભાઈ કલ્પેશ સાત મહિના પૂર્વે રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું છે. આમ રાઠોડ પરિવારના બંને સંતાનો સાત મહિનામાં જ અકાળે અવસાન પામ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે માલવિયા નગર પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રેમસબંધની આશંકાએ હત્યા પોલીસની પ્રાથમિક તપાસમાં નિલેશ વાઘેલાની પત્ની રાજકોટ શહેરના રેલ નગર વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નિલેશ વાઘેલાને શંકા હતી કે પોતાનો અપરણિત મિત્ર કમલેશ રાઠોડ અને પોતાની પત્ની કવિતા વચ્ચે આડા સંબંધો છે. કમલેશ રાઠોડ નિલેશને કહેતો હતો કે તારી પત્ની ક્યાં છે તે બાબતની મને જાણ છે. જેના કારણે નિલેશ અવાર નવાર પોતાની પત્ની ક્યાં રહે છે તે બાબતે કમલેશ રાઠોડને પૂછતો હતો. પરંતુ કમલેશ રાઠોડ દ્વારા કવિતાનું એડ્રેસ જણાવવામાં ન આવતા આખરે નિલેશને શંકા હતી કે બંને વચ્ચે આડા સંબંધો બંધાઈ ચૂક્યા છે. આમ એક શંકાના કારણે મિત્ર દ્વારા જ પોતાના મિત્રની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

Rajkotમાં એક શંકાની સોઈના કારણે મિત્રએ જ લીધો મિત્રનો જીવ, વાંચો સ્ટોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં એક શંકાની સોઈના કારણે મિત્રના હાથે જ મિત્રની કરપીણ હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મિત્ર દ્વારા પોતાના અન્ય મિત્રોને પોતાના જ ઘરે બોલાવીને તેને પોતાના મળતીયા સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે નિલેશ વાઘેલા નામના મુખ્ય આરોપીએ કહ્યું હતું કે, મને શંકા હતી કે મારા મિત્ર કમલેશ રાઠોડ અને મારી પત્ની કવિતા વચ્ચે આડા સંબંધો છે.તેમજ મારી પત્ની પાંચ મહિનાથી ક્યાં રહેવા જતી રહી છે તે બાબતનો ખ્યાલ કમલેશ રાઠોડને હતો પરંતુ તે મને તે બાબતે કંઈ પણ જણાવી નહોતો રહ્યો. જેના કારણે ઝઘડો થતા બોલાચાલી થઈ હતી તેમજ સમગ્ર ઘટના હત્યામાં પરિણમી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આરોપીની કરી ધરપકડ

રાજકોટ શહેરના ચામુંડા નગરમાં રહેતા અને પ્રાઇવેટ સિક્યુરિટી તરીકે નોકરી કરનાર 27 વર્ષીય કમલેશ રાઠોડ નામના યુવાનની ચંદ્રેશ નગર વિસ્તારમાં ગુરૂવારના રોજ બપોરના 2:30 વાગ્યાના અરસામાં તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને સરાજાહેર હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મૃતક કમલેશની માતા પારુલ રાઠોડ દ્વારા રાજકોટ ખાતે જ રહેતા નિલેશ વાઘેલા અને આશિષ ઉર્ફે પુંગો ટાંક વિરુદ્ધ માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઘરે બોલાવીને કરી હત્યા

આરોપી નિલેશ વાઘેલાને પોતાના મિત્ર કમલેશ અને પોતાની પત્ની કવિતા વચ્ચે આડા સંબંધ હોવાની શંકાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકની માતા પારુલે જણાવ્યું છે કે, નિલેશ વાઘેલા ની પત્ની કવિતા છેલ્લા પાંચ મહિનાથી તેના પતિ તથા બાળકોને મૂકીને ઘર છોડીને જતી રહી છે. જેથી નિલેશને શંકા હતી કે, તેની પત્ની કવિતા તેમજ મારા દીકરા કમલેશ સાથે પ્રેમ સંબંધ હોવાથી તે અમારા ઘરે રહેતી હોય જે બાબતે કમલેશ અને નિલેશ વચ્ચે અવારનવાર ઝઘડા તેમજ બોલા ચાલી પણ થતી હતી. ત્યારે ગુરુવારના રોજ પણ કમલેશ રાઠોડને નિલેશ વાઘેલાએ પોતાના ઘરે બોલાવ્યો હતો.

માલવિયા પોલીસે તપાસ કરી

જે દરમિયાન બોલા ચાલી થતા નિલેશ વાઘેલા તેમજ આશિષ ઉર્ફે પૂંગો ટાંક બંનેએ સાથે મળીને તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.સમગ્ર મામલે દીકરાને ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો. કમલેશ થી નાનોભાઈ કલ્પેશ સાત મહિના પૂર્વે રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું છે. આમ રાઠોડ પરિવારના બંને સંતાનો સાત મહિનામાં જ અકાળે અવસાન પામ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે માલવિયા નગર પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પ્રેમસબંધની આશંકાએ હત્યા

પોલીસની પ્રાથમિક તપાસમાં નિલેશ વાઘેલાની પત્ની રાજકોટ શહેરના રેલ નગર વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નિલેશ વાઘેલાને શંકા હતી કે પોતાનો અપરણિત મિત્ર કમલેશ રાઠોડ અને પોતાની પત્ની કવિતા વચ્ચે આડા સંબંધો છે. કમલેશ રાઠોડ નિલેશને કહેતો હતો કે તારી પત્ની ક્યાં છે તે બાબતની મને જાણ છે. જેના કારણે નિલેશ અવાર નવાર પોતાની પત્ની ક્યાં રહે છે તે બાબતે કમલેશ રાઠોડને પૂછતો હતો. પરંતુ કમલેશ રાઠોડ દ્વારા કવિતાનું એડ્રેસ જણાવવામાં ન આવતા આખરે નિલેશને શંકા હતી કે બંને વચ્ચે આડા સંબંધો બંધાઈ ચૂક્યા છે. આમ એક શંકાના કારણે મિત્ર દ્વારા જ પોતાના મિત્રની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.