Gujarat Heavy Rain: છેલ્લા 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, 35 જળાશયો હાઈએલર્ટ પર મૂકાયા

Sep 14, 2026 - 13:00
Gujarat Heavy Rain: છેલ્લા 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, 35 જળાશયો હાઈએલર્ટ પર મૂકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Heavy Rain: ગુજરાતમાં મેઘમહેર યથાવત્ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 80.23 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 240 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સારા વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે.સરદાર સરોવર ડેમ 94.74 ટકા ભરાઈ ગયો 

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 94.74 ટકા ભરાઈ ગયો છે. સતત પાણીની આવકને પગલે રાજ્યના અનેક જળાશયો ભરાવાની સ્થિતિમાં પહોંચી ગયા છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં 66.99 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. બીજી તરફ પાણીની આવક અને જળસપાટીમાં વધારાને ધ્યાનમાં રાખીને 35 જળાશયોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે.13 જળાશયો એલર્ટ પર

આ ઉપરાંત 13 જળાશયો એલર્ટ પર અને 11 જળાશયો વોર્નિંગ પર મુકાયા છે. જળાશયોમાં પાણીની સપાટી અને આવક પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સારા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીનો સંગ્રહ વધ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા જળાશયો અને નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.


નોંધનીય છે કે, ગઈકાલથી રાજ્યભરમાં વરસાદી માહોલ છે. ત્યારે અમદાવાદમાં હાલ જળબંબાકારની સ્થિતિ છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સંભવિત ભારે વરસાદ અને તેને પગલે ઊભી થતી પરિસ્થિતિનો સામનો કરવા માટે NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં NDRFની કુલ 9 ટીમો તૈનાત કરવામાં આવી છે.


આ પણ વાંચો: Heavy Rain: ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ, તાબડતોડ NDRF-SDRFની ટીમોને તૈનાત કરાઈ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0