Gujarat Flood: ગુજરાતમાં મેઘરાજાએ મચાવ્યો હાહાકાર, અનેક જિલ્લામાં રેડ એલર્ટ, જનજીવન પ્રભાવિત

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ અને પૂરનો પ્રકોપગુજરાતના 11 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ40 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયુંગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ અને પૂરના કારણે લગભગ 26 લોકોના મોત થયા છે. 24 નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ઘણા વિસ્તારો 10-12 ફૂટ પાણીમાં ડૂબી ગયા છે. રસ્તાઓ પર ગાડીઓ તરતી રહે છે. ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાતના 11 જિલ્લામાં રેલ એલર્ટ અને 22 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં પૂર અને વરસાદના કારણે મૃત્યુઆંક વધીને 26 થઈ ગયો છે. આ મૃત્યુ રાજકોટ, આણંદ, મહિસાગર, ખેડા, અમદાવાદ, મોરબી, જૂનાગઢ અને ભરૂચ જિલ્લામાંથી થયા છે. તેજ સમયે 40 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. 17000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બુધવારે ચોથા દિવસે પણ ગુજરાતના અનેક શહેરોમાં સતત વરસાદ પડ્યો હતો. વડોદરામાં સ્થિતિ ચિંતાજનક છે. અહીં કેટલાક વિસ્તારો 10 થી 12 ફૂટ પાણીમાં ગરકાવ છે. રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં NDRF-SDRFનું બચાવ કાર્ય ચાલુ છે.ગુજરાતના 11 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ હવામાન વિભાગે ગુજરાતના 11 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ અને 22 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આજે એટલે કે ગુરુવારે પણ ભારે વરસાદની સંભાવના છે. IMDએ જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તેમાં કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. આ સાથે જ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં 50 થી 200 મીમી વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં 185 મીમી વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આજે પણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. વડોદરામાં ભારે વરસાદને કારણે વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને રસ્તાઓ, ઈમારતો અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મોરબીમાં પુલ ક્રોસ કરતી વખતે એક ટ્રેક્ટર ટ્રોલી વહી ગયું હતું. તેમાં મુસાફરી કરી રહેલા લોકો ગુમ થયા હતા. બાદમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા.PM મોદીએ પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો ગુજરાતમાં વિનાશક પૂર અંગે વડા પ્રધાન મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી, પરિસ્થિતિની સમીક્ષા કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી. સીએમ પટેલે લોકોને બચાવવા માટે અનેક ટીમો તૈનાત કરી છે. લોકોને સતત બચાવવામાં આવી રહ્યા છે. તેમને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. વડોદરામાં અત્યાર સુધીમાં 5000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અન્ય 1200 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

Gujarat Flood: ગુજરાતમાં મેઘરાજાએ મચાવ્યો હાહાકાર, અનેક જિલ્લામાં રેડ એલર્ટ, જનજીવન પ્રભાવિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ અને પૂરનો પ્રકોપ
  • ગુજરાતના 11 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ
  • 40 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ અને પૂરના કારણે લગભગ 26 લોકોના મોત થયા છે. 24 નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ઘણા વિસ્તારો 10-12 ફૂટ પાણીમાં ડૂબી ગયા છે. રસ્તાઓ પર ગાડીઓ તરતી રહે છે. ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાતના 11 જિલ્લામાં રેલ એલર્ટ અને 22 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં પૂર અને વરસાદના કારણે મૃત્યુઆંક વધીને 26 થઈ ગયો છે. આ મૃત્યુ રાજકોટ, આણંદ, મહિસાગર, ખેડા, અમદાવાદ, મોરબી, જૂનાગઢ અને ભરૂચ જિલ્લામાંથી થયા છે. તેજ સમયે 40 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. 17000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બુધવારે ચોથા દિવસે પણ ગુજરાતના અનેક શહેરોમાં સતત વરસાદ પડ્યો હતો. વડોદરામાં સ્થિતિ ચિંતાજનક છે. અહીં કેટલાક વિસ્તારો 10 થી 12 ફૂટ પાણીમાં ગરકાવ છે. રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં NDRF-SDRFનું બચાવ કાર્ય ચાલુ છે.

ગુજરાતના 11 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ

હવામાન વિભાગે ગુજરાતના 11 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ અને 22 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આજે એટલે કે ગુરુવારે પણ ભારે વરસાદની સંભાવના છે. IMDએ જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તેમાં કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. આ સાથે જ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં 50 થી 200 મીમી વરસાદ નોંધાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં 185 મીમી વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આજે પણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. વડોદરામાં ભારે વરસાદને કારણે વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને રસ્તાઓ, ઈમારતો અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મોરબીમાં પુલ ક્રોસ કરતી વખતે એક ટ્રેક્ટર ટ્રોલી વહી ગયું હતું. તેમાં મુસાફરી કરી રહેલા લોકો ગુમ થયા હતા. બાદમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા.

PM મોદીએ પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો

ગુજરાતમાં વિનાશક પૂર અંગે વડા પ્રધાન મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી, પરિસ્થિતિની સમીક્ષા કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી. સીએમ પટેલે લોકોને બચાવવા માટે અનેક ટીમો તૈનાત કરી છે. લોકોને સતત બચાવવામાં આવી રહ્યા છે. તેમને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. વડોદરામાં અત્યાર સુધીમાં 5000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અન્ય 1200 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.