ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી ફરાર, અન્ય આરોપીઓના લાસ્ટ લોકેશન પકડાયા
અમદાવાદની ખ્ચાતિ હોસ્પિટલના આરોપીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના ફરાર આરોપી મામલે મોટો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા થઈ ફરાર થયો છે. આરોપી કાર્તિક પટેલ ન્યુઝીલેન્ડમાં છુપાવ્યો હોવાનું સામે આવ્યુ છે. હોસ્પિટલના કેમ્પ કરનારા ડોક્ટર મહેશ્વરી અને ડોક્ટર વાઘેલાની કલાકો સુધી ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ કરી છે.હોસ્પિટલના CEO ચિરાગ રાજપુતનું છેલ્લુ લોકેશન જેસલમેરનું મળ્યું આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચ ફરાર તમામ આરોપીના પણ લાસ્ટ લોકેશન મળી ગયા છે. તમામ આરોપીઓના લાસ્ટ લોકેશન અલગ અલગ જગ્યાના સામે આવ્યા છે. હોસ્પિટલના CEO ચિરાગ રાજપુતનું છેલ્લુ લોકેશન રાજસ્થાનના જેસલમેરનું મળી આવ્યું છે. ત્યારે મિલિન્દ પટેલનું છેલ્લુ લોકેશન વૈષ્ણવદેવી સર્કલ પાસે મળી આવ્યું છે તો રાજશ્રી કોઠારીનું છેલ્લુ લોકેશન તેના ઘરે અમદાવાદનું જ સામે આવ્યું છે. આરોપીઓના લાસ્ટ લોકેશનના આધારે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી બીજી તરફ ડોક્ટર સંજયનું છેલ્લુ લોકેશન તેના વતન રાજકોટ પાસે મળી આવ્યું છે. રાહુલ જૈનનું છેલ્લું લોકેશન રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર પાસે જોવા મળ્યું છે. ત્યારે તમામ આરોપીઓના લાસ્ટ લોકેશનના આધારે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ હોસ્પિટલના સંચાલક ચિરાગ રાજપૂતના ઘરેથી કબાટ ભરીને દારૂની બોટલો મળી આવી હતી અને આ સાથે જ મુખ્ય આરોપી કાર્તિક પટેલના ઘરેથી પણ દારૂની બે બોટલો મળી આવી હતી. ત્યારે આ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરો પણ દારુ પીવાના શોખીન હોય તેવું જોવા મળી રહ્યું છે. લોકોને છેતરીને કરોડો રૂપિયા ખ્યાતિ હોસ્પિટલના માફિયાઓ કમાયા તમને જણાવી દઈએ કે ખ્યાતિ હોસ્પિટલના આ માફિયાઓએ નિર્દોષ લોકોના જીવ સાથે છેડછાડ કરીને કરોડો રૂપિયા કમાયા છે અને આ માફિયાઓની ભૂલના કારણે કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાય પરિવારજનોએ પોતાના મા-બાપ, ભાઈ, બહેનને ગુમાવ્યા છે. ત્યારે આ તમામ આરોપીને વહેલામા વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની ખ્ચાતિ હોસ્પિટલના આરોપીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના ફરાર આરોપી મામલે મોટો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા થઈ ફરાર થયો છે. આરોપી કાર્તિક પટેલ ન્યુઝીલેન્ડમાં છુપાવ્યો હોવાનું સામે આવ્યુ છે. હોસ્પિટલના કેમ્પ કરનારા ડોક્ટર મહેશ્વરી અને ડોક્ટર વાઘેલાની કલાકો સુધી ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ કરી છે.
હોસ્પિટલના CEO ચિરાગ રાજપુતનું છેલ્લુ લોકેશન જેસલમેરનું મળ્યું
આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચ ફરાર તમામ આરોપીના પણ લાસ્ટ લોકેશન મળી ગયા છે. તમામ આરોપીઓના લાસ્ટ લોકેશન અલગ અલગ જગ્યાના સામે આવ્યા છે. હોસ્પિટલના CEO ચિરાગ રાજપુતનું છેલ્લુ લોકેશન રાજસ્થાનના જેસલમેરનું મળી આવ્યું છે. ત્યારે મિલિન્દ પટેલનું છેલ્લુ લોકેશન વૈષ્ણવદેવી સર્કલ પાસે મળી આવ્યું છે તો રાજશ્રી કોઠારીનું છેલ્લુ લોકેશન તેના ઘરે અમદાવાદનું જ સામે આવ્યું છે.
આરોપીઓના લાસ્ટ લોકેશનના આધારે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી
બીજી તરફ ડોક્ટર સંજયનું છેલ્લુ લોકેશન તેના વતન રાજકોટ પાસે મળી આવ્યું છે. રાહુલ જૈનનું છેલ્લું લોકેશન રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર પાસે જોવા મળ્યું છે. ત્યારે તમામ આરોપીઓના લાસ્ટ લોકેશનના આધારે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ હોસ્પિટલના સંચાલક ચિરાગ રાજપૂતના ઘરેથી કબાટ ભરીને દારૂની બોટલો મળી આવી હતી અને આ સાથે જ મુખ્ય આરોપી કાર્તિક પટેલના ઘરેથી પણ દારૂની બે બોટલો મળી આવી હતી. ત્યારે આ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરો પણ દારુ પીવાના શોખીન હોય તેવું જોવા મળી રહ્યું છે.
લોકોને છેતરીને કરોડો રૂપિયા ખ્યાતિ હોસ્પિટલના માફિયાઓ કમાયા
તમને જણાવી દઈએ કે ખ્યાતિ હોસ્પિટલના આ માફિયાઓએ નિર્દોષ લોકોના જીવ સાથે છેડછાડ કરીને કરોડો રૂપિયા કમાયા છે અને આ માફિયાઓની ભૂલના કારણે કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાય પરિવારજનોએ પોતાના મા-બાપ, ભાઈ, બહેનને ગુમાવ્યા છે. ત્યારે આ તમામ આરોપીને વહેલામા વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.