Gujarat Dam water level: ભારે વરસાદથી રાજ્યના જળાશયો છલકાયા, 21 ડેમ પર હાઈએલર્ટ જાહેર કરાયું

Jul 27, 2026 - 21:00
Gujarat Dam water level: ભારે વરસાદથી રાજ્યના જળાશયો છલકાયા, 21 ડેમ પર હાઈએલર્ટ જાહેર કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે રાજ્ય જળસંપત્તિ વિભાગ દ્વારા જળાશયોમાં પાણીના સંગ્રહ અંગેના તાજા આંકડા જાહેર કરવામાં આવ્યા છે.રાજ્યના કુલ 207 મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 54.34 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.જેમાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં જ કુલ ક્ષમતાના 69.25 ટકા જેટલો પાણીનો સંગ્રહ નોંધાયો છે.  

ગુજરાતના ઓવરફ્લો ડેમ

207 જળાશયોમાંથી 13 જેટલા ડેમ સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા

ઝોન પ્રમાણે જળાશયોની સ્થિતિ જોઈએ તો,મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 50.35 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 45.54 ટકા પાણીનો સંગ્રહ થયો છે.ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39.76 ટકા, જ્યારે સૌરાષ્ટ્ર પ્રદેશના 141 નાના-મોટા જળાશયોમાં 47.29 ટકા જેટલો જળજથ્થો ઉપલબ્ધ થયો છે.આ સિવાય કચ્છ વિસ્તારના 20 જળાશયોમાં અત્યાર સુધીમાં 25.01 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યભરમાં આવેલા કુલ 207 જળાશયોમાંથી 13 જેટલા ડેમ સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાઈ જતાં સંપૂર્ણ છલકાયા છે. 

સરદાર સરોવર ડેમમાં હાલ 3232 ક્યુસેક પાણીની આવક

રાજ્યમાં સંપૂર્ણ છલકાયેલા ડેમની સ્થિતિ જોઈએ તો, દક્ષિણ ગુજરાતના 5, સૌરાષ્ટ્રના 6, મધ્ય ગુજરાતનો 1 અને કચ્છનો 1 ડેમ સંપૂર્ણ ભરાયો છે.આ પૈકી નવસારીના જુજ અને કેલિયા,તાપીનો દોસવાડા, સુરતનો લખીગામ,ભરૂચનો ધોળી અને મહીસાગરના વણાકબોરી જેવા જળાશયો 100 ટકા ભરાઈ જતાં હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં હાલ 3232 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે.દક્ષિણ ગુજરાતના મોટા ડેમો પૈકી ઉકાઈમાં 11689 ક્યુસેક અને દમણગંગામાં 27412 ક્યુસેક પાણીની ભારે આવક થઈ રહી છે.

આ પણ વાંચોઃ Dholera News: પીપળી ગામમાં વરસાદી પાણીમાં ફસાયેલા 58 લોકોનું NDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0