Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો, નવા 68 કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ફરી એક વખત કોરોના વાયરસ વર્ક્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં આજે એટલે કે 30મેના રોજ કોરોના વાયરસના નવા 68 કેસ નોંધાયા છે. કોરોનાના કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને પોઝિટિવ કેસ પર કંટ્રોલ લેવા માટે અલગ અલગ પગલા ભરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં હાલમાં કૂલ 265 કોરોના વાયરસના એક્ટીવ કેસ છે. જે પૈકી 11 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે કૂલ 254 દર્દી હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
આવતીકાલે સરકારી હોસ્પિટલોમાં મોકડ્રીલ
રાજયમાં કોરોનાના કેસ વધવાના કારણે આવતીકાલે 31મેના રોજ સરકારી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે. ઓક્સિજન પ્લાન્ટને લઈ મોકડ્રીલ યોજાશે. ઓક્સિજન પ્લાન્ટ ચેક કરવામાં આવશે, કોરોનાને લઇ આરોગ્ય વિભાગે દાવો કર્યો કે હાલ સ્થિતિ ચિંતાજનક નહીં. જણાવી દઈએ કે રાજ્યમાં હાલમાં કુલ 265 કોરોના એક્ટીવ કેસ નોંધાયા છે. કોરોનાના 11 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજકોટમાં પખવાડિયામાં કોરોનાના કેસમાં વધારો
તમને જણાવી દઈએ કે રાજકોટમાં પખવાડિયામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીએ નિવેદન આપતા કહ્યું કે આજ સુધીમાં 19 કેસ નોંધાયા છે, જેમાં એક દર્દી રિકવર થયો છે. હાલમાં મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. સંક્રમણ સામાજિક રુપથી વધતું જોવા મળ્યું છે. દર્દીના ઘરે રૂબરૂ અમારી મેડિકલ ટીમ જઈ રહી છે. જો કે અત્યાર સુધીમાં એક પણ ગંભીર પ્રકારના દર્દીઓ સામે આવ્યા નથી. અધિકારીએ લોકોને અપીલ કરી છે કે શરદી-ઉધરસ જણાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ, દર્દીએ ભીડ વાળા વિસ્તારમાં ન જવું જોઈએ અને માસ્ક ફરજિયાત નથી પરંતુ માસ્ક પહેરવું જરૂરી છે.
વલસાડમાં 3 ડોક્ટરને થયો કોરોના
વલસાડ જિલ્લામાં પણ કોરોના વાયરસે પગપેસારો કર્યો છે. GMERS મેડિકલ કોલેજના 3 ડોક્ટરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 1 પુરૂષ ડોક્ટર અને 2 મહિલા રેસિડેન્ટ ડોક્ટરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલમાં આ તમામ ડોક્ટરોને સ્ટાફ ક્વાર્ટરમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કૂલ 4 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. કોવિડ-19 અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે.
ભરૂચમાં મહિલાને થયો કોરોના
બીજી તરફ ભરૂચમાં 50 વર્ષીય મહિલામાં કોરોના વાયરસના લક્ષણ દેખાતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ખસેડાયા છે. ખાનગી દવાખાને સારવાર દરમિયાન રિપોર્ટમાં કોવિડ પોઝિટિવ આવતા દર્દીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર માટે ખસેડાયા છે. ભરૂચ જિલ્લામાં ફરી કોરોનાના લક્ષણ દેખાતા જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે. આરોગ્ય તંત્ર દ્વારા મહિલાની સારવાર સાથે અન્ય રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે.
What's Your Reaction?






