Gujarat Cabinet Expansion : ગુજરાતમાં નવા મંત્રીમંડળના સભ્યોના નામ લગભગ નક્કી, CM રાજ્યપાલને યાદી સોંપશે

Oct 16, 2025 - 12:30
Gujarat Cabinet Expansion : ગુજરાતમાં નવા મંત્રીમંડળના સભ્યોના નામ લગભગ નક્કી, CM રાજ્યપાલને યાદી સોંપશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે નવા મંત્રીઓના નામ લગભગ નક્કી કરી દેવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે અને તેમને નવા મંત્રીમંડળમાં સમાવિષ્ટ થનારા ધારાસભ્યોની સત્તાવાર યાદી સોંપશે. આ નામો પરની અંતિમ મહોર મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રીની દિલ્હી મુલાકાત દરમિયાન થયેલી મંત્રણામાં લાગી હતી. આ મુલાકાત બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળશે. આ બેઠક સીએમ બંગ્લો, ગાંધીનગર સર્કિટ હાઉસ કે પછી શાહના નિવાસસ્થાને મોડી સાંજે મળી શકે છે.

મોડી રાત્રે ધારાસભ્યોને ફોન દ્વારા અપાશે સૂચના

ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠક પૂર્ણ થયા બાદ, આજે મોડી રાત્રે સત્તાવાર રીતે ધારાસભ્યોને મંત્રી પદ માટે શપથ લેવા માટે જાણ કરવામાં આવશે. આ પ્રક્રિયા અત્યંત ગુપ્ત રાખવામાં આવી છે, જેના કારણે ધારાસભ્યોને માત્ર ફોન કરીને સૂચના આપવામાં આવશે. આ સૂચનામાં તેમને માત્ર મંત્રી પદ માટે તૈયાર રહેવાનું જણાવવામાં આવશે, પરંતુ તેમને કેબિનેટ કક્ષાનું પદ મળશે કે રાજ્યકક્ષાનું, તે અંગેની કોઈ માહિતી ફોન પર આપવામાં આવશે નહીં.

કેબિનેટ દરજ્જાની જાહેરાત શપથવિધિના સ્ટેજ પર થશે

મંત્રીમંડળમાં જોડાવા જઈ રહેલા ધારાસભ્યોના દરજ્જાને લઈને સસ્પેન્સ જાળવી રાખવામાં આવશે. પ્રાથમિક ધોરણે ફક્ત મંત્રી પદ માટેની જ જાણકારી આપવામાં આવશે. ક્યા ધારાસભ્યને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે કે પછી રાજ્યકક્ષાના મંત્રીનું સ્થાન, તેની જાહેરાત આવતીકાલે મહાત્મા મંદિરમાં યોજાનારી શપથવિધિ સમારોહના સ્ટેજ પરથી જ કરવામાં આવશે. આ નિર્ણયથી રાજકીય ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે અને તમામની નજર મોડી રાત્રે આવનારા 'સત્તાવાર ફોન' પર ટકેલી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0