Ahmedabad News : અમદાવાદમાં સિક્યુરિટી કર્મચારી રૂ.6000ની લાંચ લેતા ઝડપાયો, AMCની દબાણ શાખામાં હોવાની ઓળખ આપી લાંચ માંગતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં એક શખ્સ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે, વિરાટનગર બ્રિજ નીચેથી વિજય મકવાણાને એસીબીએ લાંચ લેતા ઝડપ્યો છે. AMCની દબાણ શાખામાં સિક્યુરિટી ગાર્ડ હોવાની ઓળખ આપીને માંગતો હતો લાંચ, કરાર આધારિત સિક્યુરિટી ગાર્ડ વિજયભાઇ પ્રાગજીભાઇ મકવાણા, ખાણીપીણીની દુકાનો પાસેથી 200 રૂપિયા અને શાકભાજીની લારી પાસેથી રૂપિયા 100ની લાંચ લેતો હતો.
ફરિયાદી : એક જાગૃત નાગરિક
આરોપી : વિજયભાઇ પ્રાગજીભાઇ મકવાણા
કરાર આધારીત-સીક્યુરીટી ગાર્ડ
ટ્રેપની તારીખ : ૧૫/૧૦/૨૦૨૫
લાંચની માંગણીની રકમ : રૂ.6000
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.6000
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.6000
ધંધો કરવો હોય તો લાંચ આપવી પડશે તેમ કહી રૂપિયા ઉઘરાવતો
આ કામે હકીકત એવી છે કે,રામોલ હાથીજણ વોર્ડમાં બચુભાઇ ચાર રસ્તાથી મંથન ચાર રસ્તા સુધીના વિસ્તારમાં આર્થિક જરૂરીયાતમંદ લોકો હાથલારીઓમાં વિવિધ પ્રકારનો સામાન રાખી,વેચાણ કરી પોતાનો જીવન ગુજરાન ચલાવતા હોય છે. આ કામના આરોપી પોતે કોર્પોરેશનના એસ્ટેટ/દબાણ શાખામાં હોવાનું જણાવી, આ લારી-ગલ્લાવાળાને અવાર-નવાર દબાણ ઝુંબેશમાં હટાવી શાંતિથી ધંધો કરવા દેતા ન હોય આ હેરાનગતીથી બચવા સારૂ આ લારી ગલ્લાવાળાઓએ આ કામના ફરિયાદી કે જેઓ તે વિસ્તારના સામાજીક કાર્યકર છે તેઓની મદદ માંગેલી જેથી, ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરતા આરોપીએ આ હાથલારીઓ ઉભી રાખી શાંતિથી વ્યાપાર ધંધો કરવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી લાંચ માંગી હતી. ટ્રેપીંગ અધિકારી : એ.કે.ચૌહાણ
પોલીસ ઇન્સપેક્ટર એ.સી.બી. ફિલ્ડ-૧
ગુ.રા.,અમદાવાદ તથા એ.સી.બી. ટીમ. સુપરવિઝન અધિકારી: જી.વી.પઢેરીયા
મદદનીશ નિયામક,એ.સી.બી. ફિલ્ડ-૧
ગુ.રા.,અમદાવાદ.
What's Your Reaction?






