Gujarat Budget 2026: 25 GIDCને સ્માર્ટ ટેકનોલોજીથી અપગ્રેડ કરાશે, નાણામંત્રી કનુભાઇ દેસાઇની જાહેરાત

Feb 18, 2026 - 14:00
Gujarat Budget 2026: 25 GIDCને સ્માર્ટ ટેકનોલોજીથી અપગ્રેડ કરાશે, નાણામંત્રી કનુભાઇ દેસાઇની જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


6 ક્ષેત્રો માટે માસ્તર ઇકોનોમિક પ્લાન અને 2 હજાર કરોડની જોગવાઈ હાથ ધરાશે.

રાજ્યમાં મોટાભાગના ક્ષેત્રમાં નવીનીકરણ કરાશે

નમો શક્તિ એક્સપ્રેસવે માટે વધારાના 3 હજાર કરોડની જોગવાઈની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. ધોલેરા ખાતે આધુનિક રસ્તાઓ એરપોર્ટ માટે 610 કરોડની ફાળવણી કરવામાં છે. ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વની જોગવાઈઓ પર નજર કરીએ તો, વિકસિત ગુજરાત@2047 અને GRIT એટલે કે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા વિકાસનું આયોજન હાથ ધરાયુ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન, ઇન્ડિવિજ્યુઅલ્સ અને ઇન્સ્ટિટ્યૂશન જેવા 4 સ્તંભોના વિકાસ પર ભાર મુકવામાં આવ્યો છે.

50 હજાર કરોડની ફાળવણી

રાજ્યના 6 ભૌગોલિક ક્ષેત્રોના સંતુલિત વિકાસ અને રોજગાર સર્જન માટે 2 હજાર કરોડની જોગવાઈ કરાઇ છે. વિકસિત ગુજરાત ફંડ માટે રૂ.10 હજાર કરોડની ફાળવણી કરાઇ છે. 50 હજાર કરોડનો કુલ લક્ષ્યાંક સાથે ફાળવણી કરવામાં આવે છે. આ ઉપરાંત એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે 3 હજાર કરોડની જોગવાઈ હાથ ધરાઇ છે. નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વેની પણ જાહેરાત કરાઇ છે. ધોલેરા અને સાણંદને વિશ્વ કક્ષાનું સેમીકન્ડક્ટર હબ બનાવાશે. તો સાથે જ ધોલેરામાં એરપોર્ટ અને સ્માર્ટ ICT સુવિધાઓ માટે 610 કરોડની જોગવાઈ કરાઇ છે. રાજ્યનું બજેટ કરાયુ રજૂ

વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજૂ કરાયુ છે. નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. કનુભાઇ દેસાઇ દ્વારા સતત 5મી વાર બજેટ રજૂ કર્યુ હતુ. નાણા‌મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત અંદાજપત્ર 2026-27 માટે આદિવાસીઓના દેવી 'કંસરી દેવી'ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી હતી.

આ પણ વાંચોઃ Gujarat Budget 2026: વિકસિત ભારત@2047 અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, નાણામંત્રી કનુભાઇ દેસાઇની જાહેરાત 


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0