Gujarat Budget 2025 : વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ

Feb 19, 2025 - 16:00
Gujarat Budget 2025 : વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આવતીકાલે 20 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. આજથી આરંભ થતા બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધનથી થઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સંસ્કૃત શ્લોક સાથે ભાષણની શરૂઆત કરી. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈને શાસક પક્ષના હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપ ધારાસભ્યોની બેઠક મળી હતી.

ગાંધીજી અને સરદારને યાદ કર્યા

વિધાનસભા બજેટ સત્ર પ્રારંભ સમયે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધન દરમિયાન ગાંધીજી અને સરદાર વલ્લભાઈ પટેલને યાદ કરતાં કહ્યું કે આ મહાત્માઓના પ્રયાસ થકી આજે ગુજરાત અવિરત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. ‘ગુજરાતનું નામ લેવા સાથે જ વિકાસની વાત યાદ આવે છે’. આજે ગુજરાતના વિકાસની વૈશ્વિક સ્તરે પણ નોંધ લેવાઈ રહી છે. છેલ્લા ઘણા સમયમાં લોકોને આરોગ્ય, રોડ, રસ્તા અને શિક્ષણ જેવી સુવિધાઓ મળી.

ગુજરાતનો થયો વિકાસ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસ યાત્રા સતત આગળ વધી રહી છે. દેશભરમાં સરકારે હમારા સંવિધાન હમારા સ્વાભિમાનના નારા હેઠળ અભિયાન હાથ ધરી પ્રજામાં દેશભાવના જાગૃત કરવા પ્રયાસ કર્યો. ખંડિત ભારતને એક કરવા સરદાર પટેલના યોગદાનને કોઈ ભૂલી શકે નહીં. સરદાર પટેલે રાજા રજવાડાઓને એક સૂત્રમાં બાંધ્યા. ગુલામીમાંથી બહાર નીકળવામાં સરદારનું મહત્વનું યોગદાન રહ્યું. ભારતના ઇતિહાસમાં વનબંધુઓનું અમૂલ્ય યોગદાન છે. આધુનિક સમય સાથે તાલ મિલાવતા AI ટાસ્કફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.

ગુજરાત રોકાણ માટે શ્રેષ્ઠ સ્થળ

આજે ગુજરાત રોકાણ માટે શ્રેષ્ઠ સ્થળ બન્યું છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ સાબિત થયું છે. રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયો. વિધાનસભા બજેટ સત્રના પ્રારંભમાં ભૂતપૂર્વ PM મનમોહન સિંહને શ્રદ્વાંજલિ અર્પણ કરાઇ. કડીના ધારાસભ્ય કરશન સોલંકીને શ્રદ્વાંજલિ અપાઇ. આવતીકાલે વિધાનસભામાં બજેટ રજૂ થઈ રહ્યું છે. આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. 2025-2026ના અંદાજિત 3.72 લાખ કરોડનું બજેટ રહેવાની સંભાવના. બજેટ સત્રમાં કુલ 4 નવા વિધેયકો પસાર કરાશે અને 10 નવી જાહેરાત કરવામાં આવશે. 38 દિવસના બજેટમાં 27 બેઠક મળશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0