Gujarat Budget 2025 : વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની થશે શરૂઆત

Feb 20, 2025 - 09:00
Gujarat Budget 2025 : વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની થશે શરૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાતનું બજેટ રજૂ થશે જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની થશે શરૂઆત,પહેલા મુખ્યમંત્રી હસ્તકના વિભાગોના પ્રશ્નો પર ચર્ચા થશે અને વિવિધ વિભાગોના કાગળ મેજ પર મૂકાશે તેમજ અનુમતિ મળેલા વિધેયકો મેજ પર મૂકાશે તો વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક રજૂ થશે તો નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2025-26નુ અંદાજ પત્ર રજૂ કરશે.

વિધાનસભામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વિધાનસભાના બજેટ સત્રને ધ્યાનમાં રાખી ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં સઘન બંદોબસ્ત ગોઠવાયો છે. પાટનગરના પ્રવેશદ્વારો ઉપર સતત વાહન ચેકિંગની સાથે સત્યાગ્રહ છાવણી સહિત મુખ્ય સર્કલો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવ્યા છે. ખાસ કરીને રેલી ધરણા ઉપર તંત્રની ચાંપતી નજર રાખવામાં આવશે.ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે 19 ફેબ્રુઆરીથી 28માર્ચ સુધી મળવાનું છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ગાંધીનગર પોલીસ દ્વારા સત્ર દરમિયાન ગાંધીનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર પોલીસ ઉપરાંત આસપાસના જિલ્લાઓના પોલીસ જવાનો તેમજ એસઆરપી જવાનોને ફરજ સોંપવામાં આવી છે.

ગુજરાતના સુવર્ણયુગ સ્વરૂપે લોકહૃદયમાં અંકિત છે

વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્ત્વમાં ગુજરાતના ગત બે વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના રહ્યા છે. ગત અઢી દાયકાનો શાસનકાળ ગુજરાતના સુવર્ણયુગ સ્વરૂપે લોકહૃદયમાં અંકિત છે. ગુજરાતે પાછલા ત્રણ વર્ષોમાં વિવિધ 12 પોલિસીઓનો અસરકારક અમલ કરીને પૉલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની છબી વધુ મજબૂત કરી હોવાની પણ તેમણે નોંધ લીધી હતી. છેલ્લા બે દાયકામાં ઔદ્યોગિક વિકાસ સહિત દરેક ક્ષેત્રમાં કરેલી પ્રગતિના કારણે ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0