Gujarat Budget 2025 : કનુ દેસાઈ લાલ રંગની પોથીમાં બજેટ લઈને પહોંચ્યા

Feb 20, 2025 - 12:00
Gujarat Budget 2025 : કનુ દેસાઈ લાલ રંગની પોથીમાં બજેટ લઈને પહોંચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ ૨૦૨૫-૨૦૨૬નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા ત્યારે નાણા મંત્રીએ તેમની સાથે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ માટે રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.

નવા જંત્રી દર લાગુ થવાની શકયતા

ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજિત 11 ટકાનો વધારો કરી વર્ષ 2025-26ના બજેટનું કદ પોણા ચાર લાખ કરોડ આસપાસ રહેવાનો અંદાજ છે.ગુજરાતમાં થોડા દિવસે પહેલા જ નવી 9 મહાનગરપાલિકાઓ અને એક જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે તેને લઈ મહત્વની જાહેરાત થઈ શકે છે. અમદાવાદમાં ઓલિમ્પિક-2036ની દાવેદારી માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ દાવેદારની મજબૂત કરવા માટે પણ મહત્વની જાહેરાત સંભવ છે. બજેટસત્ર દરમિયાન જ નવા જંત્રી દર લાગુ થવાની શક્યતા છે.

2024-25માં 3,32,465 કરોડનું બજેટ રજૂ થયું હતું

નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવાં અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી હતી. સામાન્ય રીતે દર વર્ષે બજેટમાં 11-12 ટકાનો વધારો થતો હોય છે તેને જોતા આ વખતે બજેટનું કદ પોણા ચાર લાખ કરોડ આસપાસ રહેવાની શક્યતા છે. જેમાં પણ ગયા વર્ષની માફક યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને કેન્દ્રસ્થાને રાખીને જાહેરાતો કરાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0