Gujarat breaking news: આવતીકાલે બેંક કર્મચારીઓની હડતાળ, ટ્રેડ યુનિયનો દ્વારા ભારત બંધનું એલાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આવતીકાલે સમગ્ર દેશમાં બેંક કર્મચારીઓની હડતાળ થવાની છે. કેન્દ્ર સરકારની નીતિઓ કામદાર વિરોધી અને કોર્પોરેટ સમર્થક હોવાના આરોપ સાથે આવતી કાલે સમગ્ર દેશમાં બેંકોની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાળમાં ગુજરાતના અંદાજે 10 હજાર કર્મચારીઓ જોડાશે. હડતાળના કારણે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો ખોરવાશે.
ટ્રેડ યુનિયનો દ્વારા ભારત બંધનું એલાન જાહેર કરાયુ
બીજી તરફ આવતીકાલે દેશ ભરમાં ટ્રેડ યુનિયનો દ્વારા ભારત બંધનું એલાન જાહેર કરાયુ છે. કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધમા સરકારી બેંકોના કર્મચારીઓ પણ જોડાશે. આ ઉપરાંત સરકારી વીમા કંપની અને પોસ્ટના કર્મચારીઓ પણ જોડાશે. આ કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓને લઈને બંધનું એલાન આપ્યું છે. તેમણે બેંકોમાં ભરતીની માંગ કરી છે. લાઈફ અને મેડિકલ વીમા પરથી જીએસટી રદ કરવાની માંગ કરી છે. તે ઉપરાંત કોર્પોરેટ બેડ લોન સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
ગુજરાતમાં 15000 કરોડના ટ્રાન્ઝેક્શનને અસર થશે
આ ઉપરાંત ગ્રાહકો માટે લઘુતમ શુલ્ક કલમ દૂર કરવાની પણ માગ કરાઈ છે. રાષ્ટ્રીયકૃત બેંકનું ખાનગીકરણ બંધ કરવાની માગણી છે. આ બંધના કારણે ગુજરાતમાં 15000 કરોડના ટ્રાન્ઝેક્શનને અસર થશે. રાજ્યમાં 20 હજાર બેંક કર્મચારીઓ કામકાજથી અળગા રહેશે. ભારત બંધ અને બેંકની હડતાળને કારણે સામાન્ય માણસોના કામો અટકશે અને આર્થિક લેવડ દેવડને અસર થશે.
બેન્ક હડતાળની કોને થશે અસર?
જાહેર ક્ષેત્રની બેંકો અને વીમા કંપનીઓના કર્મચારીઓ હડતાળ પર રહેશે. જે વ્યવહારો અને ચેક ક્લિયરન્સને અસર કરી શકે છે.પોસ્ટ ઓફિસ અને કુરિયર સેવાઓમાં વિક્ષેપની અપેક્ષા છે.કોલ ઇન્ડિયા અને અન્ય જાહેર સાહસોમાં કામ ઠપ રહેશે.ઘણા રાજ્યોમાં બસ અને ટેક્સી સેવાઓ પ્રભાવિત થશે પરંતુ ખાનગી વાહનો ચાલુ રહેશે.જોકે રેલ્વે યુનિયનોએ ઔપચારિક હડતાળનું એલાન કર્યું નથી પરંતુ કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનોથી સ્થાનિક ટ્રેનો પ્રભાવિત થઈ શકે છે.
What's Your Reaction?






