Gujarat BJP: જુનાગઢ, પંચમહાલ અને આણંદમાં ભાજપના 21 કાર્યકરોને કરાયા સસ્પેન્ડ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢ શહેર ભાજપે મોટો નિર્ણય કર્યો છે. ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા 10 કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપ પ્રમુખ પુનિત શર્માએ આ મોટો નિર્ણય લીધો છે.પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 10 કાર્યકર્તાઓને કરાયા સસ્પેન્ડ તમને જણાવી દઈએ કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ વોર્ડ નંબર 1ના મકવાણા અમીબેન કમલેશભાઈ અને મકવાણા પ્રતાપભાઈ કમલેશભાઈ, વોર્ડ નં 4ના ભુવા નિસર્ગ બકુલભાઈ, બડેલીયા ગિરીશભાઈ ધીરુભાઈ, વાઢીયા વિજયભાઈ સવજીભાઈ, વાઢીયા નયનાબેન વિજયભાઈ, વોર્ડ નં 6ના સાવલિયા કિશોરભાઈ હરિભાઈ અને સાવલિયા મનીષાબેન કિશોરભાઈ, વોર્ડ નં 9ના ભારાઈ અશ્વિનભાઈ રામભાઈ અને વોર્ડ નંબર 10ના હિતેન્દ્ર પ્રવીણકાંત ઉદાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ કાર્યકરો મનપા ચૂંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા. પંચમહાલમાં 8 ભાજપ કાર્યકરો સસ્પેન્ડ બીજી તરફ પંચમહાલમાં પણ ભાજપે કાર્યકરો સામે મોટી કાર્યવાહી કરી છે. પંચમહાલની હાલોલ અને કાલોલ નગરપાલિકામાં હાલ ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં પાલિકાની ટિકિટ ના મળતા ભાજપાના આ કાર્યકર્તાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી અથવા પક્ષ વિરોધી કામગીરી કરી હોવાનું સામે આવતા 8 ભાજપના કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલે આ 8 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. આણંદમાં ભાજપે ત્રણ સભ્યોને સસ્પેન્ડ કર્યા ત્યારે આણંદમાં પણ ભાજપે ત્રણ સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. આંકલાવ પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાયેલા રાહુલ મોચી, નટુભાઈ રાયપરા અને રંજનબેન પટેલને સસ્પેન્ડ કર્યા છે. ભાજપે આ ત્રણેય સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

Gujarat BJP: જુનાગઢ, પંચમહાલ અને આણંદમાં ભાજપના 21 કાર્યકરોને કરાયા સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢ શહેર ભાજપે મોટો નિર્ણય કર્યો છે. ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા 10 કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપ પ્રમુખ પુનિત શર્માએ આ મોટો નિર્ણય લીધો છે.

પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 10 કાર્યકર્તાઓને કરાયા સસ્પેન્ડ

તમને જણાવી દઈએ કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ વોર્ડ નંબર 1ના મકવાણા અમીબેન કમલેશભાઈ અને મકવાણા પ્રતાપભાઈ કમલેશભાઈ, વોર્ડ નં 4ના ભુવા નિસર્ગ બકુલભાઈ, બડેલીયા ગિરીશભાઈ ધીરુભાઈ, વાઢીયા વિજયભાઈ સવજીભાઈ, વાઢીયા નયનાબેન વિજયભાઈ, વોર્ડ નં 6ના સાવલિયા કિશોરભાઈ હરિભાઈ અને સાવલિયા મનીષાબેન કિશોરભાઈ, વોર્ડ નં 9ના ભારાઈ અશ્વિનભાઈ રામભાઈ અને વોર્ડ નંબર 10ના હિતેન્દ્ર પ્રવીણકાંત ઉદાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ કાર્યકરો મનપા ચૂંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા.

પંચમહાલમાં 8 ભાજપ કાર્યકરો સસ્પેન્ડ

બીજી તરફ પંચમહાલમાં પણ ભાજપે કાર્યકરો સામે મોટી કાર્યવાહી કરી છે. પંચમહાલની હાલોલ અને કાલોલ નગરપાલિકામાં હાલ ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં પાલિકાની ટિકિટ ના મળતા ભાજપાના આ કાર્યકર્તાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી અથવા પક્ષ વિરોધી કામગીરી કરી હોવાનું સામે આવતા 8 ભાજપના કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલે આ 8 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે.

આણંદમાં ભાજપે ત્રણ સભ્યોને સસ્પેન્ડ કર્યા

ત્યારે આણંદમાં પણ ભાજપે ત્રણ સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. આંકલાવ પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાયેલા રાહુલ મોચી, નટુભાઈ રાયપરા અને રંજનબેન પટેલને સસ્પેન્ડ કર્યા છે. ભાજપે આ ત્રણેય સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.