Gujarat : 17 નવેમ્બર 2024ના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યભરમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત ૧૭મી નવેમ્બર (રવિવાર), ૨૦૨૪ ના રોજ ખાસ ઝુંબેશ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે ૧૦.૦૦ થી સાંજના ૦૫.૦૦ વાગ્યા દરમિયાન મતદારો મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકશે. મતદારયાદી પ્રોગામ આ સાથે જ મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકશે. મહત્તમ મતદારો મતદારયાદીમાં નોંધણી કરાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ૧લી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ૧૮ વર્ષ પુર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદારયાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અધિકારીની યાદીમાં જણાવ્યું જિલ્લા ચૂંટણી અધિકારી, બોટાદ દ્વારા જિલ્લાના તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા તથા પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા જાહેર અપીલ કરવામાં આવી છે. પાત્રતા ધરાવતા યુવાનો અને વધુ વયજુથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની વેબસાઈટ https://voters.eci.gov.in અને Voter Helpline App પર ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે. મતદાર નોંધણી પ્રક્રિયા પંચાયતની મતદાર નોંધણી પ્રક્રિયા પંચાયતના મતદાર થવા માટે, મતદાર અધિકારી તરીકે જે તે તાલુકાના મામલતદારને મતદાર નોંધણી અધિકારી તરીકે અને જે તે તાલુકાના નાયબ મામલતદારને મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે જાહેર કરેલ છે. આગામી ૨૦૧૦ ની સામાન્‍ય ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખતાં, જે મતદારનું નામ પંચાયતની યાદીમાં ન હોય તો, તેણે જો ઉપર જણાવેલ લાયકાત ધરાવતો હોય, તો ગુજરાત પંચાયત ચૂંટણી (સુધારા) નિયમો-૧૯૯૫ ના નિયમ-૩(ક)/(ખ) પ્રમાણે નિયત કરેલ મતદાર નોંધણી અધિકારીને નમૂના નં. ૧(ક) તથા ૧(ખ) માં અરજી કરવાની રહે છે.

Gujarat : 17 નવેમ્બર 2024ના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યભરમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત ૧૭મી નવેમ્બર (રવિવાર), ૨૦૨૪ ના રોજ ખાસ ઝુંબેશ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે ૧૦.૦૦ થી સાંજના ૦૫.૦૦ વાગ્યા દરમિયાન મતદારો મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકશે.

મતદારયાદી પ્રોગામ

આ સાથે જ મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકશે. મહત્તમ મતદારો મતદારયાદીમાં નોંધણી કરાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ૧લી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ૧૮ વર્ષ પુર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદારયાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

અધિકારીની યાદીમાં જણાવ્યું

જિલ્લા ચૂંટણી અધિકારી, બોટાદ દ્વારા જિલ્લાના તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા તથા પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા જાહેર અપીલ કરવામાં આવી છે. પાત્રતા ધરાવતા યુવાનો અને વધુ વયજુથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની વેબસાઈટ https://voters.eci.gov.in અને Voter Helpline App પર ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

મતદાર નોંધણી પ્રક્રિયા

પંચાયતની મતદાર નોંધણી પ્રક્રિયા પંચાયતના મતદાર થવા માટે, મતદાર અધિકારી તરીકે જે તે તાલુકાના મામલતદારને મતદાર નોંધણી અધિકારી તરીકે અને જે તે તાલુકાના નાયબ મામલતદારને મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે જાહેર કરેલ છે. આગામી ૨૦૧૦ ની સામાન્‍ય ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખતાં, જે મતદારનું નામ પંચાયતની યાદીમાં ન હોય તો, તેણે જો ઉપર જણાવેલ લાયકાત ધરાવતો હોય, તો ગુજરાત પંચાયત ચૂંટણી (સુધારા) નિયમો-૧૯૯૫ ના નિયમ-૩(ક)/(ખ) પ્રમાણે નિયત કરેલ મતદાર નોંધણી અધિકારીને નમૂના નં. ૧(ક) તથા ૧(ખ) માં અરજી કરવાની રહે છે.