Kutch: નખત્રાણામાં ગણેશ મૂર્તિ પર પથ્થરમારો, પોલીસે 7 લોકોની કરી ધરપકડ
રાજ્યમાં વધુ એક વખત ગણપતિની મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે. સુરત બાદ હવે કચ્છના નખત્રાણાના જદોડરમાં ગણેશ મૂર્તિ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે.અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાશે: SP જણાવી દઈએ કે જડોદરમાં બનેલી આ ઘટનાને લઈને પોલીસે 8 જેટલા લોકો સામે ગુનો દાખલ કર્યો છે અને 7 લોકોની પોલીસે પણ ધરપકડ કરી લીધી છે. જિલ્લા પોલીસ વડાએ જાણકારી આપતા કહ્યું કે પથ્થરમારો કરનારા અસમાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. પોલીસની અલગ અલગ ટીમ ગામમાં તૈનાત ગત રાત્રિથી પોલીસની અલગ અલગ ટીમ ગામમાં તૈનાત છે અને કચ્છની શાંતિ ડહોળનાર તોફાની તત્વોને પોલીસ છોડશે નહીં. લોકોએ ખોટી અફવા ફેલાવવી નહીં અને કોઈની ધાર્મિક ભાવનાઓનેને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી અને ઉશ્કેરણી જનક મેસેજ ન કરવા માટે પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. 2 દિવસ પહેલા સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા સુરતમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા આ કેસમાં 25થી વધુ લોકોની ધરપકડ કરી હતી અને આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા અને કેસમાં વધુ તપાસ કરી રહી છે. હાલમાં સમગ્ર શહેરમાં પોલીસ કડક બંદોબસ્ત ગોઠવ્યો છે અને શહેરની શાંતિ ડોહળાય નહીં તેને રહી ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સુરતમાં તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સુરતના ગણપતિ પંડાલોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જણાવી દઈએ કે લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં 38 પંડાલ છે અને તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અગાઉ કાંદા, બટાકા પંડાલ પર મારતા હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી.ત્યારે સુરત ડીસીપી પિનાકીન પરમારે માહિતી આપતા કહ્યું કે ઘટના બની ત્યાં પોલીસ ફોર્સ વધારવામાં આવી છે અને અસામાજિક તત્વોની તમામ એક્ટિવિટી પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં વધુ એક વખત ગણપતિની મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે. સુરત બાદ હવે કચ્છના નખત્રાણાના જદોડરમાં ગણેશ મૂર્તિ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે.
અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાશે: SP
જણાવી દઈએ કે જડોદરમાં બનેલી આ ઘટનાને લઈને પોલીસે 8 જેટલા લોકો સામે ગુનો દાખલ કર્યો છે અને 7 લોકોની પોલીસે પણ ધરપકડ કરી લીધી છે. જિલ્લા પોલીસ વડાએ જાણકારી આપતા કહ્યું કે પથ્થરમારો કરનારા અસમાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે.
પોલીસની અલગ અલગ ટીમ ગામમાં તૈનાત
ગત રાત્રિથી પોલીસની અલગ અલગ ટીમ ગામમાં તૈનાત છે અને કચ્છની શાંતિ ડહોળનાર તોફાની તત્વોને પોલીસ છોડશે નહીં. લોકોએ ખોટી અફવા ફેલાવવી નહીં અને કોઈની ધાર્મિક ભાવનાઓનેને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી અને ઉશ્કેરણી જનક મેસેજ ન કરવા માટે પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
2 દિવસ પહેલા સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો
તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા સુરતમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા આ કેસમાં 25થી વધુ લોકોની ધરપકડ કરી હતી અને આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા અને કેસમાં વધુ તપાસ કરી રહી છે. હાલમાં સમગ્ર શહેરમાં પોલીસ કડક બંદોબસ્ત ગોઠવ્યો છે અને શહેરની શાંતિ ડોહળાય નહીં તેને રહી ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
સુરતમાં તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરતના ગણપતિ પંડાલોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જણાવી દઈએ કે લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં 38 પંડાલ છે અને તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અગાઉ કાંદા, બટાકા પંડાલ પર મારતા હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી.ત્યારે સુરત ડીસીપી પિનાકીન પરમારે માહિતી આપતા કહ્યું કે ઘટના બની ત્યાં પોલીસ ફોર્સ વધારવામાં આવી છે અને અસામાજિક તત્વોની તમામ એક્ટિવિટી પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.