Gujarat વિધાનસભાની હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણે લીધી મુલાકાત
હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવેલા હરિયાણા વિધાનસભા અધ્યક્ષશ્રીનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભાની કામગીરી તથા તેના નિયમો ઉપરાંત ધારાસભ્યશ્રીઓને અપાતી વ્યવસ્થા-સુવિધા અંગે હરવિંદર કલ્યાણને વિગતો આપી હતી. પેપરલેસ કામગીરીથી અવગત કરાયા ગુજરાત વિધાનસભા મુલાકાત દરમિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા ગૃહમાં મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા, પ્રેસ ગેલેરી, વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા સહિત સમગ્ર કામગીરી અંગે હરિયાણા વિધાનસભા અધ્યક્ષશ્રીને માહિતગાર કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓ સહીત ધારાસભ્યો ઓનલાઈન કઈ રીતે ભાગ લે છે તેનાથી અવગત કરાયા હતા. ગુજરાત વિધાનસભાની લીધી મુલાકાત હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણે ગુજરાત વિધાનસભાના NeVA સેવા કેન્દ્રની મુલાકાત કરી હતી. જેમાં તેમણે ગુજરાત વિધાનસભામાં ચાલતી પેપરલેસ કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી હતી. ગુજરાતની પેપરલેસ વિધાનસભા સંચાલન કામગીરીથી પ્રભાવિત થઇને તેમણે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, વિધાનસભાના સચિવશ્રી તેમજ સંલગ્ન અધિકારીઓને NeVA કેન્દ્રની સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવેલા હરિયાણા વિધાનસભા અધ્યક્ષશ્રીનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભાની કામગીરી તથા તેના નિયમો ઉપરાંત ધારાસભ્યશ્રીઓને અપાતી વ્યવસ્થા-સુવિધા અંગે હરવિંદર કલ્યાણને વિગતો આપી હતી.
પેપરલેસ કામગીરીથી અવગત કરાયા
ગુજરાત વિધાનસભા મુલાકાત દરમિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા ગૃહમાં મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા, પ્રેસ ગેલેરી, વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા સહિત સમગ્ર કામગીરી અંગે હરિયાણા વિધાનસભા અધ્યક્ષશ્રીને માહિતગાર કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓ સહીત ધારાસભ્યો ઓનલાઈન કઈ રીતે ભાગ લે છે તેનાથી અવગત કરાયા હતા.
ગુજરાત વિધાનસભાની લીધી મુલાકાત
હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણે ગુજરાત વિધાનસભાના NeVA સેવા કેન્દ્રની મુલાકાત કરી હતી. જેમાં તેમણે ગુજરાત વિધાનસભામાં ચાલતી પેપરલેસ કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી હતી. ગુજરાતની પેપરલેસ વિધાનસભા સંચાલન કામગીરીથી પ્રભાવિત થઇને તેમણે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, વિધાનસભાના સચિવશ્રી તેમજ સંલગ્ન અધિકારીઓને NeVA કેન્દ્રની સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.