Gujarat Highcourtની રાજય સરકારને ટકોર, ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ અટકાવો

ઉત્તરાયણના તહેવારને લઇ ગુજરાત હાઇકોર્ટમાં એક મહત્વની અરજી થઈ છે જેમાં જોખમી દોરી અને તુક્કલને લઈ અરજી કરવામાં આવી છે,અરજદારે જોખમી દોરી અને ચાઇનીઝ તુક્કલ પર રોક લગાવવા માગ કરી છે,બીજી તરફ હાઇકોર્ટે રાજ્ય સરકારને મહત્વની ટકોર કરી છે જેમાં જાહેરમાં વપરાતી જોખમી વસ્તુઓનું ધ્યાન રાખવા ટકોર કરવામાં આવી છે,લોકોના જીવ જોખમમાં ના મુકાય તેનું ધ્યાન રાખવા ટકોર કરાઈ છે,જાહેરમાં રંગાતી દોરીની પણ તપાસ કરવા ગુજરાત હાઈકોર્ટની સૂચના છે.ચાઈનીઝ દોરીને લઈ આ ગામની અનોખી પહેલ અરવલ્લી જિલ્લાની અંદર ભિલોડા તાલુકામાં લીલછા ગામે બે દિવસ અગાઉ ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હતું. જેના કારણે યુવક લોહી લુહાણ થયો હતો. જોકે સમયસર સારવાર મળી રહેતા જીવ બચી ગયો હતો. ભિલોડાના લીલછા ગ્રામપંચાયત વિસ્તારમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય અને ચાઈનીઝ દોરીથી કોઈ પતંગ ચગાવે નહીં તે માટે ભિલોડાના લીલછા ગ્રામપંચાયતની અનોખી પહેલ જોવા મળી હતી.ભિલોડાના લોલછા ગામમાં ચાઈનીઝ દોરી વેચતાં પકડાયા તો પાંચ હજારનો દંડ પણ થશે. અનેક લોકોના જીવ ગયા છે ચાઈનીઝ દોરીથી ગુજરાતમાં ઉત્તરાયણનું અનોખો મહત્વ છે અને લોકો ધામધૂમથી તહેવારની ઉજવણી કરતા હોય છે પણ ઉજવણીના ભાગરૂપે લોકો અન્યના જીવ જોખમમાં મૂકતા હોય છે ત્યારે ચાઈનીઝ દોરીથી લોકોને નુકસાન ના થાય તેને લઈ લોકો પણ સચેત નથી,ગુજરાતમાં ખાનગી રાહે ચાઈનીઝ દોરી અને આકાશી તુક્કલનું વેચાણ થઈ રહ્યું છે,ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો જીવ ગુમાવી બેઠા છે ત્યારે ચાઈનીઝ તુક્કલથી આગ લાગવાની પણ અનેક ઘટનાઓ બની છે.

Gujarat Highcourtની રાજય સરકારને ટકોર, ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ અટકાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉત્તરાયણના તહેવારને લઇ ગુજરાત હાઇકોર્ટમાં એક મહત્વની અરજી થઈ છે જેમાં જોખમી દોરી અને તુક્કલને લઈ અરજી કરવામાં આવી છે,અરજદારે જોખમી દોરી અને ચાઇનીઝ તુક્કલ પર રોક લગાવવા માગ કરી છે,બીજી તરફ હાઇકોર્ટે રાજ્ય સરકારને મહત્વની ટકોર કરી છે જેમાં જાહેરમાં વપરાતી જોખમી વસ્તુઓનું ધ્યાન રાખવા ટકોર કરવામાં આવી છે,લોકોના જીવ જોખમમાં ના મુકાય તેનું ધ્યાન રાખવા ટકોર કરાઈ છે,જાહેરમાં રંગાતી દોરીની પણ તપાસ કરવા ગુજરાત હાઈકોર્ટની સૂચના છે.

ચાઈનીઝ દોરીને લઈ આ ગામની અનોખી પહેલ

અરવલ્લી જિલ્લાની અંદર ભિલોડા તાલુકામાં લીલછા ગામે બે દિવસ અગાઉ ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હતું. જેના કારણે યુવક લોહી લુહાણ થયો હતો. જોકે સમયસર સારવાર મળી રહેતા જીવ બચી ગયો હતો. ભિલોડાના લીલછા ગ્રામપંચાયત વિસ્તારમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય અને ચાઈનીઝ દોરીથી કોઈ પતંગ ચગાવે નહીં તે માટે ભિલોડાના લીલછા ગ્રામપંચાયતની અનોખી પહેલ જોવા મળી હતી.ભિલોડાના લોલછા ગામમાં ચાઈનીઝ દોરી વેચતાં પકડાયા તો પાંચ હજારનો દંડ પણ થશે.

અનેક લોકોના જીવ ગયા છે ચાઈનીઝ દોરીથી

ગુજરાતમાં ઉત્તરાયણનું અનોખો મહત્વ છે અને લોકો ધામધૂમથી તહેવારની ઉજવણી કરતા હોય છે પણ ઉજવણીના ભાગરૂપે લોકો અન્યના જીવ જોખમમાં મૂકતા હોય છે ત્યારે ચાઈનીઝ દોરીથી લોકોને નુકસાન ના થાય તેને લઈ લોકો પણ સચેત નથી,ગુજરાતમાં ખાનગી રાહે ચાઈનીઝ દોરી અને આકાશી તુક્કલનું વેચાણ થઈ રહ્યું છે,ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો જીવ ગુમાવી બેઠા છે ત્યારે ચાઈનીઝ તુક્કલથી આગ લાગવાની પણ અનેક ઘટનાઓ બની છે.