Gujarat : ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટાઇને આવ્યા તેનો આનંદ : નીતિન પટેલ
અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતુ કે,ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટાઇને આવ્યા તેનો આનંદ છે,મારે પોતાને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ વખતે સ્વાગત કરવાનો મોકો મળ્યો હતો એ યાદો આજે પણ મારી આંખોની સામે આવે છે.ડોનાલ્ડ ટ્રમ્પ PM મોદીના મિત્ર છે અને PM મોદી-ટ્રમ્પની મિત્રતાથી દેશને ફાયદો થશે. જાણો શું કહ્યું નીતિન પટેલે સમગ્ર વાતચીતમાં નીતિન પટેલે જણાવ્યું કે,ડોનાલ્ડ ટ્રમ્પ આવવાથી આર્થિક બાબતો, વિદેશ નીતિની બાબતોમાં ફાયદો થશે તેમજ PM મોદી અને ટ્રમ્પ બંને વિશ્વ શાંતિની વાત કરે છે સાથે સાથે ચીનને કાબુમાં રાખવા માટે પણ વિદેશનીતિથી ફાયદો થશે,અમેરિકા માં ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા છે જેનો મને આનંદ છે તેમજ નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ યોજાયો ત્યારે મને તેમનું સ્વાગત કરવાનો મોકો મળ્યો હતો.ટ્રમ્પ પીએમ મોદીના મિત્ર છે : નીતિન પટેલે નીતિન પટેલે વધુમાં કહ્યું કે,ભારત દેશને ઘણો ફાયદો થશે,આર્થિક બાબત આઇટી વિદેશ નીતિ સહિતની બાબતે ફાયદો થશે અફઘાનથી જે ઇસ્લામિક આતંકવાદ ફેલાવવામાં આવતો હતો તેના પર પણ તેણે કાબુ મેળવ્યો હતો,પીએમ મોદી અને ટ્રમ્પ બંને વિશ્વ શાંતિની વાત કરે છે,ટ્રમ્પ અહી આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે આ યાત્રા હંમેશા યાદ રહેશે અને ગુજરાત અને ભારતને હમેશાં મદદ કરતો રહીશ.ચાઇનાને કાબુમાં લાવવા માટે પણ અમેરિકાની નીતિથી ભારતને ફાયદો થશે.અમેરિકા માં ગુજરાતીઓ વશે છે તેને પણ ફાયદો થવાનો છે.પીએમ મોદી અદભુત વ્યક્તિ છે - ટ્રમ્પ મળતી માહિતી અનુસાર, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથેની વાતચીતમાં કહ્યું કે આખી દુનિયા પીએમ મોદીને પ્રેમ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતના ખૂબ વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે ભારત એક અદ્ભુત દેશ છે અને પીએમ મોદી શાનદાર વ્યક્તિ છે. પીએમ મોદી અને ભારત સાચા મિત્રો છે - ટ્રમ્પ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે તેઓ તેમને અને ભારતને પોતાના સાચા મિત્ર માને છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે પીએમ મોદી એ વિશ્વના નેતાઓમાંના એક છે જેમની સાથે ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત બાદ સૌથી પહેલા વાત કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતુ કે,ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટાઇને આવ્યા તેનો આનંદ છે,મારે પોતાને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ વખતે સ્વાગત કરવાનો મોકો મળ્યો હતો એ યાદો આજે પણ મારી આંખોની સામે આવે છે.ડોનાલ્ડ ટ્રમ્પ PM મોદીના મિત્ર છે અને PM મોદી-ટ્રમ્પની મિત્રતાથી દેશને ફાયદો થશે.
જાણો શું કહ્યું નીતિન પટેલે
સમગ્ર વાતચીતમાં નીતિન પટેલે જણાવ્યું કે,ડોનાલ્ડ ટ્રમ્પ આવવાથી આર્થિક બાબતો, વિદેશ નીતિની બાબતોમાં ફાયદો થશે તેમજ PM મોદી અને ટ્રમ્પ બંને વિશ્વ શાંતિની વાત કરે છે સાથે સાથે ચીનને કાબુમાં રાખવા માટે પણ વિદેશનીતિથી ફાયદો થશે,અમેરિકા માં ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા છે જેનો મને આનંદ છે તેમજ નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ યોજાયો ત્યારે મને તેમનું સ્વાગત કરવાનો મોકો મળ્યો હતો.
ટ્રમ્પ પીએમ મોદીના મિત્ર છે : નીતિન પટેલે
નીતિન પટેલે વધુમાં કહ્યું કે,ભારત દેશને ઘણો ફાયદો થશે,આર્થિક બાબત આઇટી વિદેશ નીતિ સહિતની બાબતે ફાયદો થશે અફઘાનથી જે ઇસ્લામિક આતંકવાદ ફેલાવવામાં આવતો હતો તેના પર પણ તેણે કાબુ મેળવ્યો હતો,પીએમ મોદી અને ટ્રમ્પ બંને વિશ્વ શાંતિની વાત કરે છે,ટ્રમ્પ અહી આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે આ યાત્રા હંમેશા યાદ રહેશે અને ગુજરાત અને ભારતને હમેશાં મદદ કરતો રહીશ.ચાઇનાને કાબુમાં લાવવા માટે પણ અમેરિકાની નીતિથી ભારતને ફાયદો થશે.અમેરિકા માં ગુજરાતીઓ વશે છે તેને પણ ફાયદો થવાનો છે.
પીએમ મોદી અદભુત વ્યક્તિ છે - ટ્રમ્પ
મળતી માહિતી અનુસાર, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથેની વાતચીતમાં કહ્યું કે આખી દુનિયા પીએમ મોદીને પ્રેમ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતના ખૂબ વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે ભારત એક અદ્ભુત દેશ છે અને પીએમ મોદી શાનદાર વ્યક્તિ છે.
પીએમ મોદી અને ભારત સાચા મિત્રો છે - ટ્રમ્પ
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે તેઓ તેમને અને ભારતને પોતાના સાચા મિત્ર માને છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે પીએમ મોદી એ વિશ્વના નેતાઓમાંના એક છે જેમની સાથે ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત બાદ સૌથી પહેલા વાત કરી હતી.