Gujarat ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ, 353 ગામમાં પેટા ચૂંટણી

Jun 22, 2025 - 09:00
Gujarat ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ, 353 ગામમાં પેટા ચૂંટણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતની 8326 ગ્રામપંચાયત માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદની 59, આણંદની 152, છોટાઉદેપુરની 126, દાહોદની 263, ખેડાની 268, મહિસાગરની 96, પંચમહાલની 249 અને વડોદરા જિલ્લાઓની 246 ગ્રામ પંચાયત માટે પણ આજે મતદાન શરૂ થયું છે.

થરાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન

થરાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે, 38 માંથી 35 ગ્રામ પંચાયત માટે મતદાન થઈ રહ્યું છે, ગ્રામજનો પણ સવારથી મતદાન કરવા માટે પહોંચી રહ્યાં છે, થરાદમાં 35 સરપંચ પદ અને 43 વોર્ડના સભ્ય પદ માટે મતદાન થઈ રહ્યું છે.

મહેસાણામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન

મહેસાણામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે, ગણેશપુરા ગામે મતદારો મતદાન કરવા પહોંચ્યા છે અને વહેલી સવારથી મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ.

અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી

અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે જેમાં 59 પંચાયતમાં 53 સરપંચ માટે મતદાન અને 152 વોર્ડ સભ્યો માટે મતદાન કરવા માટે પહોંચી રહ્યાં છે.

અરવલ્લીમાં 133 ગ્રામ પંચાયત માટે મતદાન

અરવલ્લીમાં 133 ગ્રામ પંચાયત માટે મતદાન શરૂ થયુ છે, 467 સરપંચ ઉમેદવાર, 877 સભ્ય ઉમેદવાર માટે મતદાન શરૂ થયુ છે, જિલ્લામાં 2.94 લાખ મતદારો કરશે મતદાન.

વિરમગામ તાલુકાની 8 ગ્રામ પંચાયતની ચૂંટણી

વિરમગામ તાલુકાની 8 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે અને મણીપુરા, ખુડદ, જેતાપુર, દેવપુરમાં મતદાન શરૂ થયું છે, મેલજ, દોલતપુરા, સરસાવડીમાં મતદાન કરવા માટે વહેલી સવારથી મતદારો ઉમટ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0