Gujarat કોંગ્રેસમાં સસ્પેન્શન મુદ્દે ભડકો, ‘કાર્યવાહી માત્ર યુથ કોંગ્રેસ સામે જ કેમ?’ વોટ્સએપ ગ્રુપમાં કાર્યકર્તાઓનો બળાપો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત કોંગ્રેસમાં યુથ કોંગ્રેસના હોદ્દેદારો સામે થયેલી સસ્પેન્શનની કાર્યવાહી બાદ આંતરિક અસંતોષ સામે આવ્યો છે. દિલ્હી હાજર ન રહેનારા યુથ કોંગ્રેસના નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવતાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સંગઠન સર્જન અભિયાનના વોટ્સએપ ગ્રુપમાં કાર્યકર્તાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરતાં પક્ષના નેતૃત્વ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.
‘કાર્યવાહી માત્ર યુથ કોંગ્રેસ સામે જ કેમ?’
યુથ કોંગ્રેસના હોદ્દેદારો સામે થયેલી કાર્યવાહી બાદ કાર્યકર્તાઓમાં સૌથી મોટો સવાલ એ છે કે કાર્યવાહી માત્ર યુથ કોંગ્રેસના નેતાઓ સામે જ કેમ કરવામાં આવી? કાર્યકર્તાઓએ સવાલ ઉઠાવ્યો છે કે ગુજરાત કોંગ્રેસના કેટલાક અન્ય નેતાઓ પણ દિલ્હી હાજર નહોતા, તો તેમની સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?

શહેર અને જિલ્લા પ્રમુખોની ગેરહાજરી મુદ્દે પણ સવાલ
વોટ્સએપ ગ્રુપમાં કાર્યકર્તાઓએ શહેર અને જિલ્લા પ્રમુખોની ગેરહાજરીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. અનેક શહેરો અને જિલ્લાઓના પ્રમુખો દિલ્હી આવ્યા નહોતા તો તેમની સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તેવો સવાલ કાર્યકર્તાઓએ કર્યો છે.
ટિકિટ મેળવનારા નેતાઓની હાજરી અંગે સવાલો
કાર્યકર્તાઓએ વધુમાં સવાલ કર્યો છે કે યુથ કોંગ્રેસના જે નેતાઓની ટિકિટ કાપીને કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીમાં અન્ય નેતાઓને ટિકિટ આપવામાં આવી હતી, તે નેતાઓ દિલ્હી હાજર હતા કે નહીં? જો તેઓ પણ ગેરહાજર હતા તો તેમની સામે કાર્યવાહી કેમ નહીં?સસ્પેન્શન બાદ આંતરિક અસંતોષ સપાટી પર
યુથ કોંગ્રેસના નેતાઓ સામેની કાર્યવાહી બાદ વોટ્સએપ ગ્રુપમાં ઉઠેલા સવાલો ગુજરાત કોંગ્રેસની આંતરિક સ્થિતિ તરફ ધ્યાન દોરી રહ્યા છે. કાર્યકર્તાઓની નારાજગીનો મુખ્ય મુદ્દો એ છે કે જો ગેરહાજરી બદલ કાર્યવાહી થતી હોય તો તે તમામ નેતાઓ માટે સમાન હોવી જોઈએ. હવે આ અસંતોષ અંગે કોંગ્રેસનું નેતૃત્વ શું વલણ અપનાવે છે તેના પર નજર રહેશે.
આ પણ વાંચો : Bhavnagar : કાજલ બારૈયા હત્યા કેસમાં ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

