Gujaratમા એજીઆર-50 સહાય યોજનામાં ટ્રેક્ટર ઘટકમાં અરજી માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાશે

ખેતીમાં યાંત્રિકીકરણનો ઉપયોગ કઠીનતમ કામોના ભારણને ઘટાડવા, ખેતીની કામગીરીની ચોક્કસાઈ વધારવા, વિવિધ ઈનપુટ્સનો સમયસર ઉપયોગ કરવા અને કાર્યક્ષમ પાક ઉત્પાદન વધારવામાં મહત્વનો ફાળો આપે છે. સરકાર દ્વારા ખેતીની ઉન્નતિ અને આધુનિકરણ માટે ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ખેતીમાં યાંત્રિકીકરણનો વ્યાપ વધે એ દિશામાં ભરપુર પ્રયત્નો અને વિવિધ યોજનાઓ થકી સહાય આપવામાં આવે છે. ઓનલાઈન અરજી કરી શકાશે જે યોજનાઓમાં ઓનલાઈન અરજી કરવા માટે સરકાર દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ વિકસાવવામાં આવેલા છે.વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખેતીવાડી ખાતાની એજીઆર-૫૦ સહાય યોજનામાં ટ્રેક્ટર ઘટકમાં તા. ૨૫/૧૦/૨૦૨૪ સવારે ૧૦:૩૦ કલાકેથી તા. ૩૧/૧૦/૨૦૨૪ સુધી દિન-૭ માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે.યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં એટલે કે તા. ૦૧/૦૪/૨૦૨૪ બાદ આઈ-ખેડૂત પોર્ટલ પર એમ્પેનલ્ડ યાદીમાં સમાવિષ્ટ માન્ય ઉત્પાદક, મોડલ અને વિક્રેતા પાસેથી ખરીદી કરેલ ટ્રેકટર અથવા આગામી દિવસોમાં ખરીદીનું આયોજન કરી ટ્રેકટર ઘટકમાં સહાય મેળવવા માંગતા ખેડૂતો મિત્રોએ અરજી કરવા વિનંતી છે. અધિકારીનો સંપર્ક કરી શકાશે અરજદાર ખેડૂતે પોતાના બેંક ખાતાની વિગતો અને આધાર નંબર ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરતી વખતે દાખલ કરવાનો રહેશે. જેની સહુ ખેડૂતમિત્રોએ નોંધ લેવા જણાવવામાં આવે છે. વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી અથવા તાલુકા પંચાયત કચેરીએ ખેતીવાડી શાખાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.બોટાદ જિલ્લાના ખેડૂતો રસીકરણ કરાવે પશુનું નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી તા.12.11.2024 સુધી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના તમામ પશુપાલકોએ પોતાના ગાય વર્ગ અને ભેંસ વર્ગના પશુઓને આ રસી મુકાવવી ખૂબ જરૂરી છે. પશુપાલન સ્ટાફ દ્વારા દરેક ગામમાં ઘરે ઘરે જઈને પશુઓને નિ:શુલ્ક રસી મૂકવામાં આવી રહી છે. 

Gujaratમા એજીઆર-50 સહાય યોજનામાં ટ્રેક્ટર ઘટકમાં અરજી માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેતીમાં યાંત્રિકીકરણનો ઉપયોગ કઠીનતમ કામોના ભારણને ઘટાડવા, ખેતીની કામગીરીની ચોક્કસાઈ વધારવા, વિવિધ ઈનપુટ્સનો સમયસર ઉપયોગ કરવા અને કાર્યક્ષમ પાક ઉત્પાદન વધારવામાં મહત્વનો ફાળો આપે છે. સરકાર દ્વારા ખેતીની ઉન્નતિ અને આધુનિકરણ માટે ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ખેતીમાં યાંત્રિકીકરણનો વ્યાપ વધે એ દિશામાં ભરપુર પ્રયત્નો અને વિવિધ યોજનાઓ થકી સહાય આપવામાં આવે છે.

ઓનલાઈન અરજી કરી શકાશે

જે યોજનાઓમાં ઓનલાઈન અરજી કરવા માટે સરકાર દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ વિકસાવવામાં આવેલા છે.વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખેતીવાડી ખાતાની એજીઆર-૫૦ સહાય યોજનામાં ટ્રેક્ટર ઘટકમાં તા. ૨૫/૧૦/૨૦૨૪ સવારે ૧૦:૩૦ કલાકેથી તા. ૩૧/૧૦/૨૦૨૪ સુધી દિન-૭ માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે.યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં એટલે કે તા. ૦૧/૦૪/૨૦૨૪ બાદ આઈ-ખેડૂત પોર્ટલ પર એમ્પેનલ્ડ યાદીમાં સમાવિષ્ટ માન્ય ઉત્પાદક, મોડલ અને વિક્રેતા પાસેથી ખરીદી કરેલ ટ્રેકટર અથવા આગામી દિવસોમાં ખરીદીનું આયોજન કરી ટ્રેકટર ઘટકમાં સહાય મેળવવા માંગતા ખેડૂતો મિત્રોએ અરજી કરવા વિનંતી છે.

અધિકારીનો સંપર્ક કરી શકાશે

અરજદાર ખેડૂતે પોતાના બેંક ખાતાની વિગતો અને આધાર નંબર ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરતી વખતે દાખલ કરવાનો રહેશે. જેની સહુ ખેડૂતમિત્રોએ નોંધ લેવા જણાવવામાં આવે છે. વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી અથવા તાલુકા પંચાયત કચેરીએ ખેતીવાડી શાખાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

બોટાદ જિલ્લાના ખેડૂતો રસીકરણ કરાવે પશુનું

નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી તા.12.11.2024 સુધી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના તમામ પશુપાલકોએ પોતાના ગાય વર્ગ અને ભેંસ વર્ગના પશુઓને આ રસી મુકાવવી ખૂબ જરૂરી છે. પશુપાલન સ્ટાફ દ્વારા દરેક ગામમાં ઘરે ઘરે જઈને પશુઓને નિ:શુલ્ક રસી મૂકવામાં આવી રહી છે.