Gujaratમાં 2 કરોડ લોકોને ભાજપના સભ્ય બનાવાશે: રાધા મોહન અગ્રવાલ
ભાજપના કાર્યકર્તાઓ દરેક જગ્યાએ જઈને સભ્ય બનાવશેમિસકોલના માધ્યમથી સભ્ય બન્યા બાદ ફોર્મ ભરાવવામાં આવશે સક્રીય સભ્ય ઓછામાં ઓછા 3 વર્ષથી ભાજપનો સભ્ય હોવો જરૂરી 21મી ઓગસ્ટ એટલે કે આજથી રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ થયુ છે. જે અંગે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહન અગ્રવાલે જાણકારી આપતા કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ દરેક જગ્યાએ જઈને સભ્ય બનાવશે. મિસકોલ દ્વારા, વેબસાઈટ દ્વારા અને ક્યુ આર કોડ માધ્યમથી ભાજપના સભ્ય બનાવવામાં આવશે ગુજરાતમાં ઓછામાં ઓછા 2 કરોડ લોકોને સભ્ય બનાવવામાં આવશે. 3 પદ્ધતિ દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે. જેમાં મિસકોલ દ્વારા, વેબસાઈટ દ્વારા અને ક્યુ આર કોડ માધ્યમથી ભાજપના સભ્ય બનાવવામાં આવશે. મિસ કોલના માધ્યમથી સભ્ય બની ગયા બાદ તેમનું ફોર્મ ભરાવવામાં આવશે અને તેમાં અપરાધિક વિગતો પણ ભરવાની રહેશે. ત્યારબાદ સ્ક્રૂટિની કરવામાં આવશે અને તે પછી સભ્ય બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સક્રિય સભ્ય બનવા માટે ઓછામાં ઓછા 3 વર્ષ ભાજપનો સભ્ય હોવો જરૂરી છે. પ્રદેશ સ્તરે કે.સી.પટેલને ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા તમને જણાવી દઈએ કે સદસ્યતા અભિયાનમાં પ્રદેશ સ્તરે કે.સી.પટેલને ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ સહ ઈન્ચાર્જમાં 5 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અમદાવાદના સાંસદ દિનેશ મકવાણા, વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પંચમહાલના કુલદીપ સોલંકી, તાપીના ધારાસભ્ય જયરામ ગામીત અને સુરેન્દ્રનગરના વાઘજી ચૌહાણને જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપનું આ સદસ્યતા અભિયાન 45 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે ઉલ્લેખનીય છે કે ભાજપનું આ સદસ્યતા અભિયાન 45 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે અને ઘણા લોકોને પાર્ટીના સભ્યો બનાવાશે. સમગ્ર દેશમાંથી 10 કરોડથી વધુ લોકોને ભાજપના સભ્ય બનાવવાનું લક્ષ્ય પાર્ટીએ નક્કી કર્યુ છે. આ સમગ્ર અભિયાન બે તબક્કામાં ચાલશે, જેમાં પ્રથમ તબક્કામાં 1થી 25 સપ્ટેમ્બર સુધી આ અભિયાન ચાલશે અને બીજા તબક્કા 1લી ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ચાલશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભાજપના કાર્યકર્તાઓ દરેક જગ્યાએ જઈને સભ્ય બનાવશે
- મિસકોલના માધ્યમથી સભ્ય બન્યા બાદ ફોર્મ ભરાવવામાં આવશે
- સક્રીય સભ્ય ઓછામાં ઓછા 3 વર્ષથી ભાજપનો સભ્ય હોવો જરૂરી
21મી ઓગસ્ટ એટલે કે આજથી રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ થયુ છે. જે અંગે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહન અગ્રવાલે જાણકારી આપતા કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ દરેક જગ્યાએ જઈને સભ્ય બનાવશે.
મિસકોલ દ્વારા, વેબસાઈટ દ્વારા અને ક્યુ આર કોડ માધ્યમથી ભાજપના સભ્ય બનાવવામાં આવશે
ગુજરાતમાં ઓછામાં ઓછા 2 કરોડ લોકોને સભ્ય બનાવવામાં આવશે. 3 પદ્ધતિ દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે. જેમાં મિસકોલ દ્વારા, વેબસાઈટ દ્વારા અને ક્યુ આર કોડ માધ્યમથી ભાજપના સભ્ય બનાવવામાં આવશે. મિસ કોલના માધ્યમથી સભ્ય બની ગયા બાદ તેમનું ફોર્મ ભરાવવામાં આવશે અને તેમાં અપરાધિક વિગતો પણ ભરવાની રહેશે. ત્યારબાદ સ્ક્રૂટિની કરવામાં આવશે અને તે પછી સભ્ય બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સક્રિય સભ્ય બનવા માટે ઓછામાં ઓછા 3 વર્ષ ભાજપનો સભ્ય હોવો જરૂરી છે.
પ્રદેશ સ્તરે કે.સી.પટેલને ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે સદસ્યતા અભિયાનમાં પ્રદેશ સ્તરે કે.સી.પટેલને ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ સહ ઈન્ચાર્જમાં 5 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અમદાવાદના સાંસદ દિનેશ મકવાણા, વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પંચમહાલના કુલદીપ સોલંકી, તાપીના ધારાસભ્ય જયરામ ગામીત અને સુરેન્દ્રનગરના વાઘજી ચૌહાણને જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપનું આ સદસ્યતા અભિયાન 45 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે
ઉલ્લેખનીય છે કે ભાજપનું આ સદસ્યતા અભિયાન 45 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે અને ઘણા લોકોને પાર્ટીના સભ્યો બનાવાશે. સમગ્ર દેશમાંથી 10 કરોડથી વધુ લોકોને ભાજપના સભ્ય બનાવવાનું લક્ષ્ય પાર્ટીએ નક્કી કર્યુ છે. આ સમગ્ર અભિયાન બે તબક્કામાં ચાલશે, જેમાં પ્રથમ તબક્કામાં 1થી 25 સપ્ટેમ્બર સુધી આ અભિયાન ચાલશે અને બીજા તબક્કા 1લી ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ચાલશે.