Gujaratમાં વાતાવરણમાં આવ્યો પલટો, બપોરે ગરમી અને સવારે ઠંડીનો શહેરીજનોને થશે અનુભવ

હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણને લઈ આગાહી કરી છે જેમાં રાજ્યવાસીઓને આગામી 7 દિવસ ગરમીથી શેકાવવા માટે તૈયાર રહેવું પડશે,આગામી 7 દિવસ વાતાવરણ સૂકુ રહેશે તેમજ રાજ્યમાં આજ તાપમાન 5 દિવસ યથાવત રહેશે,શહેરીજનોને સવારે ઠંડી અને બપોરે ગરમીનો મારો સહન કરવો પડશે આજે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ડીસામાં 39.1 ડિગ્રી તાપમાન,નલિયામાં લઘુતમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે.ઉત્તર-પૂર્વીય પવનને લઈ તાપમાનમાં રહેશે બદલાવ. હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ કરવો પડશે શહેરીજનોને હજી પણ બેવડી ઋતુનો અહેસાસ કરવો પડશે કેમકે આગામી 7 દિવસ વાતાવરણ સૂકુ રહેશે જયાં સુધી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાના બંધ નહી થાય ત્યાં સુધી વાતાવરણ આવું જ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે,હજી બરોબર ઠંડી જામતા થોડો સમય લાગી શકે છે પરંતુ કચ્છ અને નલિયા વિસ્તારોમાં ઠંડીએ ધીરે ધીરે જોર પકડયું છે.રાજયમાં નલિયામાં લઘુત્તમ તાપમાન નોંધાયું છે,એટલે કચ્છ પંથકમાં ઠંડીની ધીરે ધીરે શરૂઆત થઈ છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 3.2 ડિગ્રી વધ્યું અમદાવાદમાં ગરમીએ 14 વર્ષનો રેકોર્ડબ્રેક કર્યો છે.અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું છે જયારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું છે.વર્ષ 2010-2023માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.આ વર્ષે 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે અને લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું છે,વરસાદને લઈ હવામાન વિભાગે કોઈ આગાહી કરી નથી,એટલે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ થોડું વધ્યું છે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. આજે વહેલી સવારથી હવામાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. રાજ્યના દક્ષિણ ભાગમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું થોડું પ્રમાણ વધ્યું છે. સવારમાં થોડી વધુ ઠંડક થવા લાગી છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત્ છે.  

Gujaratમાં વાતાવરણમાં આવ્યો પલટો, બપોરે ગરમી અને સવારે ઠંડીનો શહેરીજનોને થશે અનુભવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણને લઈ આગાહી કરી છે જેમાં રાજ્યવાસીઓને આગામી 7 દિવસ ગરમીથી શેકાવવા માટે તૈયાર રહેવું પડશે,આગામી 7 દિવસ વાતાવરણ સૂકુ રહેશે તેમજ રાજ્યમાં આજ તાપમાન 5 દિવસ યથાવત રહેશે,શહેરીજનોને સવારે ઠંડી અને બપોરે ગરમીનો મારો સહન કરવો પડશે આજે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ડીસામાં 39.1 ડિગ્રી તાપમાન,નલિયામાં લઘુતમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે.ઉત્તર-પૂર્વીય પવનને લઈ તાપમાનમાં રહેશે બદલાવ.

હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ કરવો પડશે

શહેરીજનોને હજી પણ બેવડી ઋતુનો અહેસાસ કરવો પડશે કેમકે આગામી 7 દિવસ વાતાવરણ સૂકુ રહેશે જયાં સુધી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાના બંધ નહી થાય ત્યાં સુધી વાતાવરણ આવું જ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે,હજી બરોબર ઠંડી જામતા થોડો સમય લાગી શકે છે પરંતુ કચ્છ અને નલિયા વિસ્તારોમાં ઠંડીએ ધીરે ધીરે જોર પકડયું છે.રાજયમાં નલિયામાં લઘુત્તમ તાપમાન નોંધાયું છે,એટલે કચ્છ પંથકમાં ઠંડીની ધીરે ધીરે શરૂઆત થઈ છે.

અમદાવાદનું મહત્તમ તાપમાન 3.2 ડિગ્રી વધ્યું

અમદાવાદમાં ગરમીએ 14 વર્ષનો રેકોર્ડબ્રેક કર્યો છે.અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું છે જયારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું છે.વર્ષ 2010-2023માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.આ વર્ષે 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે અને લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું છે,વરસાદને લઈ હવામાન વિભાગે કોઈ આગાહી કરી નથી,એટલે ખેડૂતો માટે રાહતના સમાચાર છે.

દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ થોડું વધ્યું છે

છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. આજે વહેલી સવારથી હવામાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. રાજ્યના દક્ષિણ ભાગમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું થોડું પ્રમાણ વધ્યું છે. સવારમાં થોડી વધુ ઠંડક થવા લાગી છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત્ છે.