Gujaratમાંથી અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી વિરલ આશરાને ઝડપ્યો વડોદરાના વિરલે સો.મીડિયા પર આપી હતી ધમકી મુંબઈના જીઓ કન્વેન્શન સેન્ટરને ઉડાવવાની ધમકી અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો છે. જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી વિરલ આશરાને ઝડપ્યો છે. વડોદરાના વિરલે સોશિયલ મીડિયા પર ધમકી આપી હતી. તેમાં મુંબઈના જીઓ કન્વેન્શન સેન્ટરને ઉડાવવાની ધમકી આપી હતી. જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ વિરલ આશરાને લઈ રવાના થઇ છે. વડોદરાના યુવકે સોશ્યલ મીડિયા પર ધમકી આપી હતી વડોદરાથી અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારની ધરપકડ કરાઇ છે. વડોદરાના યુવકે સોશ્યલ મીડિયા પર ધમકી આપી હતી તેથી વાઘોડિયા રોડ ખાતે રહેતા વિરલ આશરાની ધરપકડ કરાઇ છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા છે. લગ્નની ઉજવણી મહિનાઓથી ચાલી રહી છે. વિશ્વભરમાંથી મહેમાનો આવ્યા હતા. દરમિયાન અગાઉ બે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને બોમ્બની ધમકી આપનાર વ્યક્તિની શોધ કરવામાં આવી રહી હતી જેમાં રાત્રે તેની પણ ધરપકડ કરવામાં આવી છે.  X પર એક શંકાસ્પદ પોસ્ટ પછી આ બન્યું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થઈ ગયા પરંતુ ઉજવણી હજુ પણ ચાલી રહી છે. દરમિયાન પોલીસે લગ્ન સ્થળોની સુરક્ષા વધારી દીધી છે. X પર એક શંકાસ્પદ પોસ્ટ પછી આ બન્યું. એક વ્યક્તિએ લગ્નમાં બોમ્બ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અહેવાલ આવ્યા બાદ હંગામો થયો હતો, જો કે પોસ્ટ ખોટી હોવાનું બહાર આવ્યું હતું. લગ્ન સમારોહમાં હાજરી આપનાર હાઈ-પ્રોફાઈલ મહેમાનોની સલામતી સુનિશ્ચિત કરવા અધિકારીઓ સક્રિય બન્યા હતા. દરમિયાન બોમ્બની અફવા ફેલાવનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે પોસ્ટને ખોટી પોસ્ટ માનવામાં આવી હતી, પરંતુ પોલીસે કોઈ જોખમ લીધું નથી.

Gujaratમાંથી અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી વિરલ આશરાને ઝડપ્યો
  • વડોદરાના વિરલે સો.મીડિયા પર આપી હતી ધમકી
  • મુંબઈના જીઓ કન્વેન્શન સેન્ટરને ઉડાવવાની ધમકી

અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો છે. જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી વિરલ આશરાને ઝડપ્યો છે. વડોદરાના વિરલે સોશિયલ મીડિયા પર ધમકી આપી હતી. તેમાં મુંબઈના જીઓ કન્વેન્શન સેન્ટરને ઉડાવવાની ધમકી આપી હતી. જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ વિરલ આશરાને લઈ રવાના થઇ છે.

વડોદરાના યુવકે સોશ્યલ મીડિયા પર ધમકી આપી હતી

વડોદરાથી અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારની ધરપકડ કરાઇ છે. વડોદરાના યુવકે સોશ્યલ મીડિયા પર ધમકી આપી હતી તેથી વાઘોડિયા રોડ ખાતે રહેતા વિરલ આશરાની ધરપકડ કરાઇ છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા છે. લગ્નની ઉજવણી મહિનાઓથી ચાલી રહી છે. વિશ્વભરમાંથી મહેમાનો આવ્યા હતા. દરમિયાન અગાઉ બે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને બોમ્બની ધમકી આપનાર વ્યક્તિની શોધ કરવામાં આવી રહી હતી જેમાં રાત્રે તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

 X પર એક શંકાસ્પદ પોસ્ટ પછી આ બન્યું

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થઈ ગયા પરંતુ ઉજવણી હજુ પણ ચાલી રહી છે. દરમિયાન પોલીસે લગ્ન સ્થળોની સુરક્ષા વધારી દીધી છે. X પર એક શંકાસ્પદ પોસ્ટ પછી આ બન્યું. એક વ્યક્તિએ લગ્નમાં બોમ્બ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અહેવાલ આવ્યા બાદ હંગામો થયો હતો, જો કે પોસ્ટ ખોટી હોવાનું બહાર આવ્યું હતું. લગ્ન સમારોહમાં હાજરી આપનાર હાઈ-પ્રોફાઈલ મહેમાનોની સલામતી સુનિશ્ચિત કરવા અધિકારીઓ સક્રિય બન્યા હતા. દરમિયાન બોમ્બની અફવા ફેલાવનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે પોસ્ટને ખોટી પોસ્ટ માનવામાં આવી હતી, પરંતુ પોલીસે કોઈ જોખમ લીધું નથી.