Gujarat Rains: હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં આગામી 2 દિવસ રેડ એલર્ટ

17 જુલાઈએ દ્વારકા, પોરબંદર, રાજકોટમાં રેડ એલર્ટ18 જુલાઈએ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ ઓરેન્જ એલર્ટ આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી રાજ્યમાં મેઘરાજા ચારે બાજુ મન મુકીને વરસ્યા છે અને લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે. ધરતીપુત્રોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી 3 દિવસ માટે રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદને લઈ રેડ એલર્ટ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે અને 17 જુલાઈએ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 18 અને 19 જુલાઈએ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગરમાં રેડ એલર્ટ 18 જુલાઈના રોજ રાજ્યના દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર અને રાજકોટમાં રેડ એલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે 19 જુલાઈના રોજ ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને જિલ્લાના માંગરોળમાં 4.8 ઈંચ, માળિયા હાટિનામાં 4.6 ઇંચ, માણાવદરમાં 3, મેંદરડામાં 2.4 ઇંચ જ્યારે ભેસાણમાં 24 મિ.મી., કેશોદમાં 18, જૂનાગઢમાં 12, જૂનાગઢ શહેરમાં 12 મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના લોધીકામાં 15 મિ.મી., ધોરાજીમાં 15, જસદણમાં 11, કોટડા સાંગાણીમાં 9, જેતપુરમાં 9, જામકંડોરણામાં 9, ગોંડલમાં 5 અને ઉપલેટામાં 5 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ સિવાય પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વરસાદી પાણી તંત્રની પોલ ખુલી દીધી છે અને અનેક જગ્યાએ નદી, નાળા વરસાદી પાણીથી છલકાયા છે, ત્યારે ઘણા વિસ્તારમાં વરસાદે કહેર મચાવ્યો છે અને લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.

Gujarat Rains: હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં આગામી 2 દિવસ રેડ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 17 જુલાઈએ દ્વારકા, પોરબંદર, રાજકોટમાં રેડ એલર્ટ
  • 18 જુલાઈએ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ ઓરેન્જ એલર્ટ
  • આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં મેઘરાજા ચારે બાજુ મન મુકીને વરસ્યા છે અને લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે. ધરતીપુત્રોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી 3 દિવસ માટે રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદને લઈ રેડ એલર્ટ

વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે અને 17 જુલાઈએ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

18 અને 19 જુલાઈએ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગરમાં રેડ એલર્ટ

18 જુલાઈના રોજ રાજ્યના દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર અને રાજકોટમાં રેડ એલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે 19 જુલાઈના રોજ ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે.

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને જિલ્લાના માંગરોળમાં 4.8 ઈંચ, માળિયા હાટિનામાં 4.6 ઇંચ, માણાવદરમાં 3, મેંદરડામાં 2.4 ઇંચ જ્યારે ભેસાણમાં 24 મિ.મી., કેશોદમાં 18, જૂનાગઢમાં 12, જૂનાગઢ શહેરમાં 12 મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના લોધીકામાં 15 મિ.મી., ધોરાજીમાં 15, જસદણમાં 11, કોટડા સાંગાણીમાં 9, જેતપુરમાં 9, જામકંડોરણામાં 9, ગોંડલમાં 5 અને ઉપલેટામાં 5 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ સિવાય પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વરસાદી પાણી તંત્રની પોલ ખુલી દીધી છે અને અનેક જગ્યાએ નદી, નાળા વરસાદી પાણીથી છલકાયા છે, ત્યારે ઘણા વિસ્તારમાં વરસાદે કહેર મચાવ્યો છે અને લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.