Gujaratની તનિષ્કાને અંગદાન થકી મળ્યું નવું જીવન, પરિવારમાં ખુશીનો માહોલ છવાયો

Feb 15, 2025 - 09:30
Gujaratની તનિષ્કાને અંગદાન થકી મળ્યું નવું જીવન, પરિવારમાં ખુશીનો માહોલ છવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંગદાનના દાન થકી વ્યક્તિ મૃત્યુ બાદ પણ અનેક વ્યક્તિને નવજીવન આપે છે. ગુજરાત સરકાર અને સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન અનેક લોકોને નવજીવન આપવાના આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. અંગદાન થકી કેવી રીતે અનેક લોકો નવજીવન પામી રહ્યા છે.

પરિવાર સાથે જીવન જીવે છે

તનિષ્કા-ગંભીર કિડની સંક્રમણથી પીડાતી હતી. તેને ટ્રાન્સપ્લાન્ટની તાત્કાલિક જરૂર હતી. તેના પિતાએ SOTTO એટલે કે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનમાં કેડેવર ઓર્ગન ડોનેશન રજિસ્ટ્રેશન કરાવ્યું. તેનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું. તનિષ્કા હવે સ્વસ્થ છે અને પરિવાર સાથે ખુશહાલ જીવન જીવે છે.

પુત્રએ લીવર દાન કરી માતાની જીંદગી બચાવી

અમદાવાદના નીતાબેન પટેલ ગંભીર બીમારીને કારણે લીવર ફેઇલ્યોરનો સામનો કરી રહ્યા હતા.આ પડકારની ઘડીએ, તેમના પુત્રએ પોતાનું લીવર દાન કરવાનો નિર્ણય કર્યો અને નીતાબેનને નવી જીંદગી મળી.નવેમ્બર 2024માં, 48 વર્ષનાદર્શનાબેન શાહનું અચાનક બ્રેનસ્ટ્રોકને કારણે અવસાન થયું. તેમના પતિ ચિરાગ શાહે, પત્નિના અંગદાનનો નિર્ણય કર્યો. ગુજરાત સરકાર અને સોટ્ટોની કાર્યક્ષમ પદ્ધતિથી તેમની અંગદાન માટેની પ્રક્રિયા સરળ બની. ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી. પરિણામે દર્શનાબેનના મૃત્યુ બાદ અન્ય વ્યક્તિઓને જીવન મળ્યું.

ગુજરાતની અંગદાનક્ષેત્રે પ્રગતિ

ડિસેમ્બર 2024માં, અમદાવાદની કુંજલ શાહને બ્રેનસ્ટ્રોક આવ્યો. તેમને કરેલા અંગદાનના નિર્ણયથી SOTTOની ટીમે તેમની કિડની, ફેફસા, હૃદય અને લીવરને ટ્રાન્સપ્લાન્ટ કર્યા, પરિણામે અનેક દર્દીઓના જીવનમાં નવી આશાનો સંચાર થયો.આવા ઈશ્વરીય કાર્યના સાક્ષી તબીબોને પણ આ પ્રક્રિયાનો હિસ્સો બન્યાનો ઉંડો સંતોષ છે.ગુજરાતની અંગદાનક્ષેત્રે પ્રગતિ આપણા સૌ માટે ગૌરવની બાબત છે. સરકારી પહેલ, લોકજાગૃતિ અને જનસહયોગથી કેવી રીતે જીવન બચાવી શકાય છે. તેનું ગુજરાતે ઉદાહરણ પુરુ પાડ્યું છે. અંગદાન માત્ર એક તબીબી પ્રક્રિયા જ નથી, પરંતુ એક પરોપકારી કાર્ય છે અને આવા કાર્યમાં આપણે સહયોગ આપી જીવનને સાર્થક બનાવીએ. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0