Gujaratના રમતવીર સચિન પટ્ટણીએ ખેલ મહાકુંભ અંતર્ગત તલવારબાજીની રમતમાં કારકિર્દી બનાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના રમતવીરો રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને પ્રતિભાશાળી રમતવીરોને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાત સરકારે 2010 માં ખેલ મહાકુંભનો આરંભ કર્યો હતો. આજે દોઢ દાયકા બાદ ખેલ મહાકુંભના કારણે ગુજરાતના અનેક ખેલાડીઓએ રમત-ગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. આવા જ એક રમતવીર સચિન પટ્ટણીને મળીએ અને જાણીએ કે કેવી રીતે તેમણે તલવારબાજીની રમતમાં કારકિર્દી બનાવી.
રાષ્ટ્રીય રમતોમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ
રમતવીરોમાં રહેલી પ્રતિભા ઉજાગર થાય અને તેને વ્યાપક ફલક મળે તે હેતુથી ગુજરાત સરકારે વર્ષ 2010માં'ખેલ મહાકુંભ'ની શરૂઆત કરી હતી. આ ખેલ મહાકુંભના કારણે રાજ્યના સંખ્યાબંધ ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાની તક સાંપડી છે. સચિન પટ્ટણી આવા જ એક ખેલાડી છે, જેમનું તલવારબાજીમાં કારકિર્દી બનાવવાનું સપનું સાકાર થયું છે.2017માં ફેન્સિંગ એટલે કે તલવારબાજીની રમતમાં કારકિર્દી ઘડનારા સચિન પટણીએ 2018માં લંડનમાં આયોજિત જુનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું. સચિને ગોવામાં યોજાયેલી રાષ્ટ્રીય રમતોમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું.
કોચ રોશન થાપાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે
'રમશે ગુજરાત,જીતશે ગુજરાત'ના સૂત્ર સાથે શરુ થયેલો ખેલ મહાકુંભ આજે અનેક પરિવારો માટે ગૌરવનું કારણ બન્યો છે. સચિન પટ્ટણીના પિતા મનોજ પટણી માને છે કે ખેલ મહાકુંભ માત્ર રમત-ગમતની દુનિયામાં જ નહીં, જીવનમાં પણ પરિવર્તનની અનેક તકો સર્જે છે.સચિને તલવારબાજીમાં કારકિર્દી બનાવવાનું લક્ષ્યાંક નક્કી કર્યું, તેમાં તેમના કોચ રોશન થાપાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
ખેલ મહાકુંભનું વિચારબીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે
DBT (ડિરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર)યોજનાના માધ્યમથી આપવામાં આવતી આર્થિક સહાય રમતવીરોના નાણાકીય અવરોધોને દૂર કરે છે.ભારતમાં જ્યાં ક્રિકેટ, ફૂટબોલ અને વોલીબોલ જેવી રમતો લોકપ્રિય છે, પરંતુ ખેલ મહાકુંભના કારણે અન્ય રમતોમાં પણ લોક-રુચિ પેદા થઈ છે. ખેલ મહાકુંભના ત્રીજા સંસ્કરણમાં રાજ્યભરમાં 71 લાખ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ખેલ મહાકુંભમાં દરેક વય-જૂથના રમતવીરોને તક મળે છે. વળી, તે નાના ગામડાના રમતવીરોને પણ રમત-ગમતમાં ભાગ લેવાનો અવસર આપે છે.ખેલ મહાકુંભ'એ અનેક પ્રતિભાશાળી ખેલાડીઓને મંચ પૂરો પાડ્યો છે. સચિન પટ્ટણી જેવા રમતવીરો તેનું ઉદાહરણ છે. આમ, ખેલ મહાકુંભનું વિચારબીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે.
What's Your Reaction?






