Gujaratના નિશાને તાઈવાની સાયબર ગેંગ ? સાયબર ક્રાઈમે કર્યો મોટો ખુલાસો

સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 તાઇવાનીઓની ધરપકડ બાદ તપાસમાં અનેક ખુલાસા સામે આવ્યા છે.આ લોકોએ ફ્રોડને એક ઇન્ડસ્ટ્રી બનાવી દીધી હોવાનું સામે આવ્યું છે અને એક કે બે નહી પરંતુ આવી 50 થી વધુ ગેંગ સક્રિય હોવાનુ સામે આવ્યું છે.ગુજરાતમાં તાઇવાનની 50થી વધુ ગેંગ સક્રિય હોવાનું સામે આવ્યું છે.કસીનો માફિયાઓની પણ સાયબર ક્રાઇમમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ડિજિટલ એરેસ્ટ કરીને પડાવે છે રૂપિયા અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ એરેસ્ટ કેસમાં 2 દિલ્હી થી અને 2 બેંગલોરથી તાઈવાનીઓની ધરપકડ કરી હતી અને જેમાં તપાસ બાદ સામે આવ્યું કે ધરપકડ કરાયેલ માર્ક અગાઉ 4 વાર ભારત આવી ચૂક્યો છે ત્યારે સાઇમન અગાઉ માર્ક સાથે આવી ચૂક્યો છે.તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તાઇવાનમાં આવી એક નહિ પરંતુ 50 ગેંગ સક્રિય છે અને જેમાં કસીનો માફીયાઓ પણ સામેલ છે.મહત્વ નું છે કે તાઇવાનથી આ બધું ઓપરેટ થાય છે પરંતુ ડાર્ક સેન્ટર કંબોડિયા, વિયતનામ,લાઓસ અને મ્યાનમાર માં છે અને જ્યાં પણ આમના લોકો કામ કરે છે.આ લોકો માત્ર ડિજિટલ અરેસ્ટ નહિ પરંતુ અલગ અલગ સ્કીમ જેમાં ઇન્વેસ્ટમેન્ટ,શેર માર્કેટ જેવા અનેક વસ્તુઓ ની લાલચ આપી રેકેટ ચલાવી રહ્યા છે . લેયર પ્રમાણે કરે છે કામ આ લોકો 4 લેયરમાં કામ કરે છે જેમાં જાહેરાત માટે અલગ ટીમ,એચ આર,ટેકનોલોજી અને કસ્ટમરટાઇજેસન અને એક ટીમ કે જે ભારત માં ડમી એકાઉન્ટ દ્વારા દુબઈ થી રૂપિયા મેળવી ને usdtમાં બદલી દેશ બહાર રૂપિયા મોકલવાનું કામ કરતા હતા.આ ગેંગની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો જે લોકો ના ડમી એકાઉન્ટ મેળવતા તેનાં ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ પણ લઈ લેતા જેથી દુબઈ માં રૂપિયા મેળવી ને આગળ પ્રોસેસ કરતા હતા. તમારી સાથે ફોન કરીને ધરપકડનો ઢોંગ કરવામાં આવે છે સાઈબર છેતરપિંડીમાં અપરાધી પીડિતની ધરપકડ માટેનો ઢોંગ પણ કરી શકે છે. તે નકલી પોલીસ સ્ટેશન કે સરકારી કાર્યાલય સ્થાપવા અને સરકારી ગણવેશ પહેરવા જેવી યુક્તિઓ અપનાવે છે. ડિજિટલ ધરપકડનો સૌપ્રથમ કેસ ઉત્તરપ્રદેશના નોઇડામાં નોંધાયો હતો.ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર અને દૂરસંચાર વિભાગ વિદેશોથી આવનારા ફેક કોલ રોકવા માટે સાથે કામ કરી રહ્યા છે. જાગૃતિ વધારવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાઈબરદોસ્ત અને એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર ઇન્ફોગ્રાફિક્સ અને વીડિયો પણ પોસ્ટ કરાઈ રહ્યા છે. જાણો આવી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથી વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે.સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 કે www.cybercrime.gov.in પર પણ સૂચના આપી શકાય છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે. ડિજિટલ ધરપકડ શું છે? ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે. સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો. 1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. 2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો. 3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો. 4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં. 5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.

Gujaratના નિશાને તાઈવાની સાયબર ગેંગ ? સાયબર ક્રાઈમે કર્યો મોટો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 તાઇવાનીઓની ધરપકડ બાદ તપાસમાં અનેક ખુલાસા સામે આવ્યા છે.આ લોકોએ ફ્રોડને એક ઇન્ડસ્ટ્રી બનાવી દીધી હોવાનું સામે આવ્યું છે અને એક કે બે નહી પરંતુ આવી 50 થી વધુ ગેંગ સક્રિય હોવાનુ સામે આવ્યું છે.ગુજરાતમાં તાઇવાનની 50થી વધુ ગેંગ સક્રિય હોવાનું સામે આવ્યું છે.કસીનો માફિયાઓની પણ સાયબર ક્રાઇમમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

ડિજિટલ એરેસ્ટ કરીને પડાવે છે રૂપિયા

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ એરેસ્ટ કેસમાં 2 દિલ્હી થી અને 2 બેંગલોરથી તાઈવાનીઓની ધરપકડ કરી હતી અને જેમાં તપાસ બાદ સામે આવ્યું કે ધરપકડ કરાયેલ માર્ક અગાઉ 4 વાર ભારત આવી ચૂક્યો છે ત્યારે સાઇમન અગાઉ માર્ક સાથે આવી ચૂક્યો છે.તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તાઇવાનમાં આવી એક નહિ પરંતુ 50 ગેંગ સક્રિય છે અને જેમાં કસીનો માફીયાઓ પણ સામેલ છે.મહત્વ નું છે કે તાઇવાનથી આ બધું ઓપરેટ થાય છે પરંતુ ડાર્ક સેન્ટર કંબોડિયા, વિયતનામ,લાઓસ અને મ્યાનમાર માં છે અને જ્યાં પણ આમના લોકો કામ કરે છે.આ લોકો માત્ર ડિજિટલ અરેસ્ટ નહિ પરંતુ અલગ અલગ સ્કીમ જેમાં ઇન્વેસ્ટમેન્ટ,શેર માર્કેટ જેવા અનેક વસ્તુઓ ની લાલચ આપી રેકેટ ચલાવી રહ્યા છે .

લેયર પ્રમાણે કરે છે કામ

આ લોકો 4 લેયરમાં કામ કરે છે જેમાં જાહેરાત માટે અલગ ટીમ,એચ આર,ટેકનોલોજી અને કસ્ટમરટાઇજેસન અને એક ટીમ કે જે ભારત માં ડમી એકાઉન્ટ દ્વારા દુબઈ થી રૂપિયા મેળવી ને usdtમાં બદલી દેશ બહાર રૂપિયા મોકલવાનું કામ કરતા હતા.આ ગેંગની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો જે લોકો ના ડમી એકાઉન્ટ મેળવતા તેનાં ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ પણ લઈ લેતા જેથી દુબઈ માં રૂપિયા મેળવી ને આગળ પ્રોસેસ કરતા હતા.

તમારી સાથે ફોન કરીને ધરપકડનો ઢોંગ કરવામાં આવે છે

સાઈબર છેતરપિંડીમાં અપરાધી પીડિતની ધરપકડ માટેનો ઢોંગ પણ કરી શકે છે. તે નકલી પોલીસ સ્ટેશન કે સરકારી કાર્યાલય સ્થાપવા અને સરકારી ગણવેશ પહેરવા જેવી યુક્તિઓ અપનાવે છે. ડિજિટલ ધરપકડનો સૌપ્રથમ કેસ ઉત્તરપ્રદેશના નોઇડામાં નોંધાયો હતો.ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર અને દૂરસંચાર વિભાગ વિદેશોથી આવનારા ફેક કોલ રોકવા માટે સાથે કામ કરી રહ્યા છે. જાગૃતિ વધારવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાઈબરદોસ્ત અને એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર ઇન્ફોગ્રાફિક્સ અને વીડિયો પણ પોસ્ટ કરાઈ રહ્યા છે.

જાણો આવી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય

એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથી વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે.સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 કે www.cybercrime.gov.in પર પણ સૂચના આપી શકાય છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે.

ડિજિટલ ધરપકડ શું છે?

ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે.

સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો.

1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.

2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.

3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.

4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.

5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.