Gram Panchayat Election: માધાપર પંચાયતમાં ત્રિપાંખીયો જંગ, સરપંચ માટે 3 પેનલો મેદાનમાં

Jun 11, 2025 - 17:30
Gram Panchayat Election: માધાપર પંચાયતમાં ત્રિપાંખીયો જંગ, સરપંચ માટે 3 પેનલો મેદાનમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જબરદસ્ત જંગ જામ્યો છે. ધારાસભ્યો અને રાજકીય આગેવાનો દ્વારા પંચાયતોને સમરસ કરવાના પ્રયાસો વચ્ચે ચૂંટણીનો બહિષ્કાર અને ત્રીપાંખીયા જંગ ધરાવતી પંચાયતો પણ સામે આવી છે. હવે એશિયામાં સૌથી ધનિક ગણાતી કચ્છની માધાપર ગ્રામ પંચાયતમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. સરપંચની ચૂંટણી માટે ત્રણ પેનલો મેદાનમાં ઉતરી છે.

માધાપર ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો જંગ જામ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે એશિયાની સૌથી ધનિક ગણાતી કચ્છની માધાપર ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્રિપાંખીયા જંગમાં સરપંચની ચૂંટણી માટે ત્રણ પેનલો મેદાનમાં ઉતરી છે. માધાપર ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે વાલજી ડાંગર, દિપક રાઠોડ ,વિશ્રામ કોલી વચ્ચે ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે. કચ્છમાં રતનાલ ગ્રામ પંચાયતમાં પણ પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરના પુત્ર ત્રિકમ આહિરે સરપંચ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે.

માધાપર ગ્રામ પંચાયત કચ્છની સૌથી મોટી ગ્રામ પંચાયત

માધાપર ગ્રામ પંચાયત કચ્છની સૌથી મોટી ગ્રામ પંચાયત છે.આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા માધાપર ગામમાં શહેરમાં પણ ના હોય તેવી સુવિધા છે.ગામમાં 18 જેટલી બેંકો અને એટીએમ આવેલા છે.જેમાં કરોડો રૂપિયાની થાપણ સચવાયેલી છે.શહેરમાં પણ ન હોય તેવી સુવિધા માધાપર ગામમાં છે.ગામમાં રમત ગમત માટેના ગ્રાઉન્ડ, સીસીટીવી કેમેરા , અત્યાધુનિક શાક માર્કેટ, સહિતની તમામથી સજ્જ છે.માધાપર નવાવાસ ગ્રામ પંચાયતનો સર્વાંગી વિકાસ થયો છે.ગામના લોકો આગામી સરપંચ હજુ પણ વધુ વિકાસના કામો થાય તેવી આશા રાખી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0