Gram Panchayat election: પાટણ જિલ્લાની 48 ગ્રામ પંચાયતો સમરસ થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે. જિલ્લામાં 310 સામાન્ય તો 70 ગ્રામપંચાયતોમાં પેટાચૂંટણી થવા જઈ રહી છે. ચૂંટણી પૂર્વે જ જિલ્લામાં 48 જેટલી ગ્રામપંચાયતો સમરસ થવા પામી છે. સમરસ ગ્રામપંચાયતોમાં ક્યાંક કોમી એકતા જોવા મળી તો ક્યાંક ચીઠ્ઠી ઉછાળી સરપંચ નક્કી કરાયા છે. તો ક્યાંક મહિલાના હાથમાં ગામનો વહિવટ સોંપવામાં આવ્યો છે.
સરપંચ સહિત તમામ મહિલા સભ્યો બિનહરીફ જાહેર
પાટણ તાલુકાના ભદ્રાડા ગ્રામ પચાયતમાં સરપંચ સહિત તમામ મહિલા સભ્યોને બિનહરીફ કરી ગ્રામપંચાયત સમરસ બનાવી ગામનો કાર્યભાર મહિલાઓના હાથમા સોંપવામાં આવ્યો છે.ભદ્રાડા ગામમાં કુલ વસ્તી 1500 જેટલી છે અને 1150નુ મતદાન છે. ભદ્રાડા ગામમાં ઠાકોર સમાજની બહુમતી છે. જ્યા 1150 માંથી 700 જેટલું મતદાન ઠાકોર સમાજનું છે અને 300 જેટલાં મત રબારી સમાજ છે. તેમજ અન્ય સમાજના 150 મત છે. ત્યારે ગઈ ટર્મમાં ઠાકોર સમાજમાંથી ગ્રામ પચાયતના સરપંચ ચૂંટાયા હતા.પરંતુ ચાલુ વર્ષે ગ્રામ પચાયતની ચૂંટણીમાં ગામના તમામ સમાજના લોકો એક થઈ સહમતીથી ગ્રામ પંચાયત સમરસ કરીને સરપંચ સહિત 8 મહિલા સભ્યોને બિન હરીફ કરી ભદ્રાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવ્યું છે.
ભદ્રાડા ગામમાં ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓ સંભાળશે
મહિલા સરપંચની સાથે તમામ સભ્યો પણ મહિલા જ છે. સરપંચ સહિત અન્ય આઠ મહિલા સભ્યો મળી ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓ સંભાળશે.ભદ્રાડા ગામના સરપંચ તરીકે પુરીબેન દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપ સરપંચ સહિત તમામ વોર્ડમાં પણ મહિલા સભ્યોની બિન હરીફ વરણી કરવામાં આવી છે. જેથી ગામ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભદ્રાડા ગામમાં મોટા ભાગના કામોને પૂર્વ સરપંચ દ્વારા કરાયા છે. પરંતુ જે થોડા ઘણા કામો બાકી છે તેવા કામો મહિલાઓને જ્યા પણ જરૂર પડશે ત્યાં સાથે રહી પાર કરાશે. ગામમાં મુખ્યત્વે સિંચાઈના પાણીની માગ છે સાથે આરોગ્ય કેન્દ્ર જેવા કામો ખૂટે છે જે પણ આ નવી મહિલાની બોડી બનાવી છે એ પૂર્ણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
What's Your Reaction?






