Gram Panchayat election: ઝગડિયામાં મતદારોને રૂપિયા વહેંચતા સરપંચ ઉમેદવારના બે સાગરિતો ઝડપાયા

Jun 22, 2025 - 16:30
Gram Panchayat election: ઝગડિયામાં મતદારોને રૂપિયા વહેંચતા સરપંચ ઉમેદવારના બે સાગરિતો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન ક્યાંક બોગસ મતદાન અને ક્યાંક બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હોવાના બનાવો સામે આવ્યાં છે. કેટલીક પંચાયતોમાં મતદારોના નામ યાદીમાંથી ગાયબ થયા હોવાનું પણ સામે આવ્યું છે.ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પૈસા વહેંચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે હવે ભરૂચમાં મતદારોને રૂપિયા વહેંચતા સરપંચ ઉમેદવારના બે સાગરિતો પકડાયા છે.

ઝઘડિયાના પીપલપાનમાં રૂપિયા વહેંચતા ઝડપાયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પીપલપાનમાં સરપંચ ઉમેદવારના બે સાગરિતો મતદારોને રૂપિયા વહેંચતા હોવાની વિપક્ષી ઉમેદવારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. રાત્રે 12 વાગ્યે સરપંચના ઉમેદવાર પદમા વસાવાના બે સાગરીતો એક મતના 500 રૂપિયાની વહેંચણી કરતા હતા. આ બાબતની ફરિયાદ અંગે ચૂંટણી પંચે તપાસ શરૂ કરી હતી. જેમાં ગત રાત્રે મત માટે રૂપિયા વહેંચણી કરતા સરપંચના બે સાગરિતો પાસેથી ચૂંટણી અધિકારીએ રોકડા 35 હજાર કબજે કર્યા હતાં. ચૂંટણી પંચે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરમાં પણ સજોદ ગામમાં પૈસા આપ્યા હોવાનો આરોપ

અંકલેશ્વરની સજોદ ગ્રામ પંચાયતમાં મતદાન દરમિયાન પૈસા વહેંચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સજોદ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન દરમિયાન મતદારોને પૈસા વહેંચવાનો વીડિયો વાયરલ થયો છે. આ ચૂંટણીમાં સહકાર પેનલે વિકાસ પેનલ પર પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ અને ચૂંટણી અધિકારીએ તપાસ હાથ ધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0