GPSCની પરીક્ષાઓના સિલેબસ અંગે મહત્વની જાહેરાત
GPSCની પરીક્ષાઓના સિલેબસ અંગે આજે મહત્વની જાહેરાત કરવામાં આવી. GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)ના સામાન્ય અભ્યાસ માટેનો એક જ અભ્યાસક્રમ રહેશે. આ ઉપરાંત સામાન્ય જ્ઞાનનો સિલેબસ તમામ ભરતીમાં કોમન કરાયો. સામાન્ય અભ્યાસ વિષયનો એક જ અભ્યાસક્રમ અમલી થશે.GPSCના કલાસ 1-2ના સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી કરાયો. જયારે અગાઉ સામાન્ય અભ્યાસના જુદા-જુદા અભ્યાસક્રમ હતા. હવે તેમાં ફેરફાર કરી ને એક જ અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો.વિદ્યાર્થીના હિતને ધ્યાને રાખી લેવાયો નિર્ણયGPSCના ચેરમેન હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું. હસમુખ પટેલે જણાવ્યું કે વિદ્યાર્થીના હિતને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો છે.GPSC ના કલાસ 1-2 ના સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે. GPSC આ નિર્ણય અંગે કોઈ ફેર વિચારણા કરવા માંગતી નથી. મહત્વનું છે કે GPSC દ્વારા વાંધા અરજી માટે 100.રૂપિયા ચાર્જ વસુલવાની જાહેરાત કરાઈ હતી.આન્સર કી જાહેર થયા બાદ વાંધા અરજી દીઠ ફી વસુલવામાં આવશે.પરીક્ષાને લઈને માહિતી આપી કે પ્રશ્નપત્ર કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવશે. પ્રશ્નપત્રની કામગીરીમાં ઓછામાં ઓછી ભૂલ થાય તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે. વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. GPSC દ્વારા વધારે ઓબ્જેક્શન આવવાના કારણે ફી લેવાનો નિર્ણય કર્યો. મોટી સંખ્યામાં ઉમેદવારો GPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જો કે GPSC દ્વારા ઉમેદવારોની અપાત્રતાના કારણ કેટલીક અરજીઓને રદ પણ કરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
GPSCની પરીક્ષાઓના સિલેબસ અંગે આજે મહત્વની જાહેરાત કરવામાં આવી. GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)ના સામાન્ય અભ્યાસ માટેનો એક જ અભ્યાસક્રમ રહેશે. આ ઉપરાંત સામાન્ય જ્ઞાનનો સિલેબસ તમામ ભરતીમાં કોમન કરાયો. સામાન્ય અભ્યાસ વિષયનો એક જ અભ્યાસક્રમ અમલી થશે.GPSCના કલાસ 1-2ના સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી કરાયો. જયારે અગાઉ સામાન્ય અભ્યાસના જુદા-જુદા અભ્યાસક્રમ હતા. હવે તેમાં ફેરફાર કરી ને એક જ અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો.
વિદ્યાર્થીના હિતને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
GPSCના ચેરમેન હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું. હસમુખ પટેલે જણાવ્યું કે વિદ્યાર્થીના હિતને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો છે.GPSC ના કલાસ 1-2 ના સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે. GPSC આ નિર્ણય અંગે કોઈ ફેર વિચારણા કરવા માંગતી નથી.
મહત્વનું છે કે GPSC દ્વારા વાંધા અરજી માટે 100.રૂપિયા ચાર્જ વસુલવાની જાહેરાત કરાઈ હતી.આન્સર કી જાહેર થયા બાદ વાંધા અરજી દીઠ ફી વસુલવામાં આવશે.પરીક્ષાને લઈને માહિતી આપી કે પ્રશ્નપત્ર કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવશે. પ્રશ્નપત્રની કામગીરીમાં ઓછામાં ઓછી ભૂલ થાય તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે. વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. GPSC દ્વારા વધારે ઓબ્જેક્શન આવવાના કારણે ફી લેવાનો નિર્ણય કર્યો. મોટી સંખ્યામાં ઉમેદવારો GPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જો કે GPSC દ્વારા ઉમેદવારોની અપાત્રતાના કારણ કેટલીક અરજીઓને રદ પણ કરાઈ છે.